દરેક ચહેરો સ્ટોરી કહે છે

11 July, 2024 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્‌નવીએ ફિલ્મ ઉલઝનું નવું પોસ્ટર શૅર કર્યું

ફિલ્મનું પોસ્ટર

જાહ્‌નવી કપૂરે તેની આગામી ફિલ્મ ‘ઉલઝ’નું નવું પોસ્ટર શૅર કર્યું છે. આ ફિલ્મમાં તે ઇન્ડિયન ફૉરેન સર્વિસના ઑફિસરના રોલમાં દેખાવાની છે. એમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે તે રાજનીતિ અને ષડયંત્રનો શિકાર બને છે. તેનો પરિવાર દેશભક્ત હોય છે. તેની જર્નીને આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. ​ફિલ્મમાં જાહ્‌નવીની સાથે ગુલશન દેવૈયા, રાજેશ તેલંગ અને રોશન મૅથ્યુ લીડ રોલમાં છે. ફિલ્મ બીજી ઑગસ્ટે રિલીઝ થવાની છે. ફિલ્મનું નવું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્‌નવીએ કૅપ્શન આપી, ‘દરેક ચહેરો સ્ટોરી કહે છે અને દરેક સ્ટોરી એક ટ્રૅપ છે. ‘ઉલઝ’ કો સુલઝાઓ. બીજી ઑગસ્ટે થિયેટરમાં ફિલ્મ રિલીઝ થાય છે.’

janhvi kapoor upcoming movie gulshan devaiah entertainment news bollywood bollywood news