રામ ચરણ સાથે કામ કરવા કમર કસી રહી છે જાહ્‍નવી?

30 November, 2022 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ ચરણ હાલમાં ન્યુ ઝીલૅન્ડમાં છે અને તે શંકરના ડિરેક્શન હેઠળની ફિલ્મમાં વ્યસ્ત છે

રામચરણ અને જાહ્‍નવી કપૂર

જાહ્‍નવી કપૂર હાલમાં એક ફિલ્મ પાછળ દોડાદોડ કરી રહી છે. આ ફિલ્મ રામ ચરણની હોવાની ચર્ચા છે. રામ ચરણની આગામી ફિલ્મને બુચી બાબુ સના દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં લીડ માટે જાહ્‍નવી કમર કસી રહી છે. તે સાઉથમાં તેનું ડેબ્યુ કરવાની કોશિશ કરી રહી છે. આ માટે ફિલ્મના મેકર્સ સાથે ચર્ચા પણ ચાલી રહી છે. રામ ચરણ હાલમાં ન્યુ ઝીલૅન્ડમાં છે અને તે શંકરના ડિરેક્શન હેઠળની ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કામ કરવા માટે જાહ્‍નવી કોશિશ તો કરી રહી છે, પરંતુ અંતે રામ ચરણ ઇન્ડિયા આવ્યા બાદ એ ફિલ્મ વિશે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે એવી ચર્ચા છે.

entertainment news janhvi kapoor ram charan bollywood news bollywood gossips bollywood