midday

વડોદરાના ઍક્સિડન્ટ કાંડથી વિચલિત જાહ્‍નવીએ આપી આકરી પ્રતિક્રિયા

18 March, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દુર્ઘટનામાં કાયદાના વિદ્યાર્થી એવા ૨૦ વર્ષના આરોપી રક્ષિત ચૌરસિયાએ આડેધડ ડ્રાઇવિંગ કરતાં એક મોત અને અનેક ઘાયલ
રક્ષિત ચૌરસિયા, જાહ્‍નવી કપૂર

રક્ષિત ચૌરસિયા, જાહ્‍નવી કપૂર

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો, જેમાં એક પૂરઝડપે આવી રહેલી કારે અનેક વાહનોને ટક્કર મારી. આ દુર્ઘટનામાં હિમાલી પટેલ નામની એક મહિલાનું મોત થઈ ગયું છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ દુર્ઘટનામાં કાયદાના વિદ્યાર્થી એવા ૨૦ વર્ષના આરોપી રક્ષિત ચૌરસિયાએ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવતી વખતે કાબૂ ગુમાવ્યો અને રાહદારીઓને કચડી નાખ્યા. આ ઘટનાને નજરે જોનારી વ્યક્તિઓએ આપેલી માહિતી પ્રમાણે અકસ્માત પછી રક્ષિત કારમાંથી બહાર આવ્યો અને ‘એક વધુ રાઉન્ડ!’ કહીને ચીસો પાડવા લાગ્યો. તેની આ હરકત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

હવે આ ઘટના વિશે બૉલીવુડ ઍક્ટ્રેસ જાહ્‍નવી કપૂરે આકરી પ્રતિક્રિયા આપી છે. તેણે સોશ્યલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ‘આ ખૂબ જ ડરામણું અને ગુસ્સો લાવનારું છે. આ વિચારને લઈને મન અસ્વસ્થ થઈ જાય છે કે કોઈ આ રીતે વર્તન કેવી રીતે કરી શકે? તે નશામાં હોય કે ન હોય, આ સહન કરી શકાય એમ નથી.’

જાહ્‍નવીનું આ નિવેદન સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે અને લોકો પણ તેની વાત સાથે સહમત થઈ રહ્યા છે.

vadodara road accident janhvi kapoor bollywood bollywood news entertainment news social media gujarat