જાહ્‍નવી કેવી રીતે ષડ‍્યંત્રનો શિકાર બને છે એની સ્ટોરી છે આ ફિલ્મમાં

02 August, 2024 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે રિલીઝ થાય છે ઉલઝ

ફિલ્મનું પોસ્ટર

જાહ્‍નવી કપૂરની ‘ઉલઝ’ આજે રિલીઝ થઈ રહી છે. આ એક જાસૂસી ફિલ્મ છે જેમાં તે ઇન્ડિયન ફૉરેન સર્વિસ ઑફિસર સુહાના ભાટિયાનું પાત્ર ભજવી રહી છે. આ જાસૂસી થ્રિલર ફિલ્મને સુધાંશુ સરિયાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં જાહ્‍નવીની સાથે ગુલશન દેવૈયા, રોશન મૅથ્યુ, રાજેશ તેલંગ અને આદિલ હુસેન જેવા ઘણા કૅરૅક્ટર ઍક્ટર કામ કરી રહ્યા છે. સુહાના એક એવી ફૅમિલીમાંથી આવે છે જેમાં બધા દેશભક્ત હોય છે. તેમણે દેશ માટે કોઈ ને કોઈ રીતે સેવાનું કામ કર્યું હોય છે. આ બધાની વચ્ચે તે પોતે એક ષડયંત્રનો શિકાર બને છે. તે એને જેટલું ઉકેલવાની કોશિશ કરે છે એટલી જ એમાં ઉલઝતી જાય છે. આ ફિલ્મને ઇન્ડિયા અને લંડનમાં શૂટ કરવામાં આવી છે.

janhvi kapoor gulshan devaiah upcoming movie entertainment news bollywood bollywood news