05 January, 2024 06:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન , જાનવી કપૂર
વરુણ ધવનની ‘દુલ્હનિયા 3’માં હવે જાહ્નવી કપૂર જોવા મળશે એવી ચર્ચા છે. આ સિરીઝની ત્રીજી ફિલ્મ બની રહી છે અને એમાં આલિયા ભટ્ટ નહીં હોય. આલિયા પહેલાં બે પાર્ટમાં જોવા મળી હતી અને ફિલ્મનો પ્રોડ્યુસર કરણ જોહર અને ડિરેક્ટર શશાંક ખૈતાન આ સિરીઝની ત્રીજી ફિલ્મ માટે નવા ચહેરાને શોધી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. તેણે આ ફિલ્મ માટે કેમ ના પાડી છે એ હજી ક્લિયર નથી, પરંતુ તેની જગ્યાએ નવી હિરોઇન શોધવામાં આવશે. આ માટે નવા ચહેરાની શોધની વાત ચાલી હતી, પરંતુ હવે લાગી રહ્યું છે કે કરણ જાહ્નવીને લઈને આગળ વધવા માગે છે. જાહ્નવી અને વરુણે સૌથી પહેલાં ‘બવાલ’માં કામ કર્યું હતું, પરંતુ હવે તેઓ બીજી વાર સાથે કામ કરશે એવું લાગી રહ્યું છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને હવે બહુ જલદી શૂટિંગ પણ શરૂ કરવામાં આવશે. વરુણ ‘દુલ્હનિયા 3’ અને તેના પપ્પા ડેવિડ ધવનની કૉમેડી ફિલ્મનું શૂટિંગ એક પછી એક શેડ્યુલ એ રીતે કરશે એવું લાગી રહ્યું છે.