અંબાણીના જલસામાં પોતપોતાના બૉયફ્રેન્ડ સાથે જાહ‍્નવી અને ખુશી

15 July, 2024 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિખર પહાડિયા સાથે જાહ‍્નવી કપૂર ઘણા વખતથી રિલેશનમાં છે.

જાહ‍્નવી કપૂર અને ખુશી કપૂર તેમના કહેવાતા બૉયફ્રેન્ડ સાથે

જાહ‍્નવી કપૂર અને ખુશી કપૂર તેમના કહેવાતા બૉયફ્રેન્ડ સાથે જોવા મળી હતી. શિખર પહાડિયા સાથે જાહ‍્નવી કપૂર ઘણા વખતથી રિલેશનમાં છે. શિખર પહાડિયા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેનો દોહિત્ર છે. જાહ‍્નવી કપૂર અને શિખર થોડા વખત પહેલાં તિરુપતિ બાલાજીના મંદિરે ગયાં હતાં. કેટલીક ઇવેન્ટ્સમાં પણ બન્ને સાથે જોવા મળ્યાં હતાં. વાત કરીએ ખુશી કપૂરની તો તે વેદાંગ રૈના સાથે રિલેશનમાં હોવાની ચર્ચા છે. આ બન્નેએ ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધી આર્ચીઝ’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન બાદ શનિવારે આયોજિત શુભ આશીર્વાદની ઇવેન્ટમાં જાહ‍્નવી, શિખર, ખુશી અને વેદાંગ સાથે ગયાં હતાં એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. 

janhvi kapoor khushi kapoor Anant Ambani Radhika Merchant Wedding bollywood news bollywood gossips bollywood entertainment news