01 April, 2019 07:59 AM IST |
જૅકલિન ફર્નાન્ડિસ
જૅકલિન ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે લોકોએ એકબીજાની પ્રાઇવસીનો ખ્યાલ રાખવો જોઈએ. ફોટોગ્રાફર્સ હંમેશાં સેલિબ્રિટીઝના ફોટો ક્લિક કરતા હોય છે. આ જ કારણસર જૅકલિને પ્રાઇવસી પર ભાર મૂક્યો હતો. આ વિશે વધુ જણાવતાં જૅકલિને કહ્યું હતું કે ‘થોડાં વર્ષોથી ઇન્ડિયન મીડિયામાં એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે ફિલ્મ અને સ્પોટ્ર્સની સેલિબ્રિટીઝના ફોટો ઍરર્પોટ, રેસ્ટોરાં, સૅલોં અને દરરોજ તેમના ઘરની બહાર ક્લિક કરવામાં આવે છે. આ ખૂબ જ ગુસ્સો અપાવે એવું છે. કોઈ પણ સમયે ફોટો ક્લિક કરવામાં આવે એ કોઈને પણ પસંદ નથી હોતું. જો તમે ફોટો માટે રેડી ન હો, તમે મેકઅપ ને કર્યો હોય, તમારા વાળ બરાબર ન હોય તો તમને તમારા ફ્રેન્ડ સાથે પણ ફોટો ક્લિક કરવા નહીં ગમે. આ એવી વસ્તુ નથી કે લોકો તમારું મુક્ત મને સ્વાગત કરે. એ ફોટો સોશ્યલ મીડિયામાં શૅર થવાથી લોકો એને જજ કરવા માંડે છે. ખરું કહું તો દરેક ઠેકાણે મારા ફોટો ક્લિક કરવામાં આવે એ મને પણ નથી પસંદ. મારું માનવું છે કે લોકોએ એકબીજાની પ્રાઇવસીની કાળજી રાખવી જોઈએ. અમે જ્યારે કોઈ ઇવેન્ટમાં કામ માટે પહોંચીએ ત્યારે ફોટો ક્લિક કરવામાં આવે એ ઠીક છે. પબ્લિક ઇવેન્ટમાં દરેકને આમંત્રિત કરવામાં આવ્યા હોય છે, પરંતુ અમે જ્યારે કામ ન કરતા હોઈએ ત્યારે લોકોએ પણ અમારી પ્રાઇવસીનો ખ્યાલ રાખવો જોઈએ.’
આ પણ વાંચો : આલિયા ભટ્ટ અને વરૂણ ધવન કરતાં પહેલા લગ્ન કરશે સોનાક્ષી સિન્હા!
પ્રિયંકા ચોપડા જોનસના વિચારોથી તેને કેવી રીતે પ્રેરણા મળી છે એ વિશે જણાવતાં જૅકલિને કહ્યું હતું કે ‘હું લાઇફમાં પૉઝિટિવ દૃષ્ટિકોણ અપનાવવામાં વિશ્વાસ રાખું છું. તમે જીવનમાં કેટલા પણ કઠોર સમયમાંથી પસાર થતા હો તો પણ જો તમે સકારાત્મક અભિગમ અપનાવશો તો તમને ભરપૂર પ્રમાણમાં એનર્જી મળશે. એ સમયે તમને કોઈ વસ્તુ અસર નહીં કરી શકે. મેં પ્રિયંકા સાથે થોડો સમય પસાર કર્યો હતો. તેણે મને કહ્યું હતું કે જો તમારે જીવંત રહેવું હોય અને એનર્જીથી ભરપૂર રહેવું હોય તો એ તમારા દિમાગની સ્થિતિ પર નિર્ભર કરે છે. તમારે તમારી જાતને વારંવાર એ વાત કહેવી પડશે.’