જૅકલિને એક અવૉર્ડ-ફંક્શનમાં ડાન્સ કરવાની ઑફર ઠુકરાવી

05 November, 2015 05:14 AM IST  | 

જૅકલિને એક અવૉર્ડ-ફંક્શનમાં ડાન્સ કરવાની ઑફર ઠુકરાવી


આ અવૉર્ડ આજે યોજાઈ રહ્યો છે અને એક અઠવાડિયા પહેલાં જ તેને આ ઑફર કરવામાં આવી હોવાથી તેણે એ સ્વીકારવાની ના પાડી દીધી હતી. જૅકલિન હંમેશાં તેની ટીમ સાથે ડાન્સ-પ્રૅક્ટિસ કરે છે અને તેની પાસે ખૂૂબ જ ઓછો સમય હોવાથી તેણે ડાન્સ માટે ના પાડી દીધી હતી.

અવૉર્ડ-ફંક્શનના મેકરો તેને મોટી રકમનો ચેક આપવા પણ તૈયાર થઈ ગયા હતા, એમ છતાં જૅકલિને એ માટે ના પાડી દીધી હતી.