26 March, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅકલિન ફર્નાન્ડિસની મમ્મી કિમ ફર્નાન્ડિસને મેડિકલ ઇમર્જન્સીને કારણે બાંદરાની લીલાવતી હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવી
જૅકલિન ફર્નાન્ડિસની મમ્મી કિમ ફર્નાન્ડિસને મેડિકલ ઇમર્જન્સીને કારણે બાંદરાની લીલાવતી હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે. તે હાલમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં છે. આ પરિસ્થિતિમાં મુંબઈની બહાર ગયેલી જૅકલિન તરત મુંબઈ આવી હતી અને ઍરપોર્ટ પર જોવા મળી હતી. જૅકલિને બ્લૅક ટૉપ અને બ્લૅક લેધર જૅકેટ સાથે બ્લુ જીન્સ પહેર્યું હતું. તે ફોન પર વાત કરતી હતી અને કાળા ફેસમાસ્કથી ચહેરો ઢાંક્યો હતો.
જૅકલિન ફર્નાન્ડિસનાં મમ્મી-પપ્પા બાહરિનમાં રહે છે. ૨૦૨૨માં પણ જૅકલિનની મમ્મીને સ્ટ્રોક આવ્યો હતો અને તેને બાહરિનની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.