`ભીડુ` બોલવા લેવી પડશે જેકી શ્રોફની પરવાનગી? એક્ટરે ખટખટાવ્યો કોર્ટનો દરવાજો

14 May, 2024 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Jackie Shroff Moves to Court: જેકી શ્રોફ પહોંચ્યા દિલ્હી હાઈ કોર્ટના દરવાજે, આવતી કાલે થશે સુનાવણી

જેકી શ્રોફની ફાઈલ તસવીર

બોલિવૂડ (Bollywood) એક્ટર જેકી શ્રોફ (Jackie Shroff) એ મંગળવારે દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) નો સંપર્ક કર્યો છે. જેકી શ્રોફે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણની માંગ કરતી અરજી (Jackie Shroff Moves to Court) દાખલ કરી છે. જેકી શ્રોફે આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

અભિનેતા જેકી શ્રોફે પોતાની ઓળખ અને પ્રચાર અધિકારોના રક્ષણની માંગ કરી છે. આ માટે અભિનેતાએ કોર્ટનો સંપર્ક કર્યો છે. જેકી શ્રોફે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. પરવાનગી વિના, કોઈ પણ વ્યક્તિ અભિનેતાનું નામ, ફોટો, તેનો અવાજ અને `ભીડુ` શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં. જેકી શ્રોફે આવું કરતી વિવિધ સંસ્થાઓ વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

જેકી શ્રોફે આજે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. ત્યાં તેણે પોતાના ફોટોગ્રાફ્સ, અવાજ, નામ અને `ભીડુ` શબ્દ પર રક્ષણની માંગ કરતી અરજી દાખલ કરી છે. આવી સ્થિતિમાં, જો કોઈ જેકી શ્રોફની નકલ કરવા માંગે છે અને આમ કરતી વખતે `ભીડુ` કહેવા માંગે છે, તો તેણે પહેલા યોગ્ય પરવાનગી લેવી પડશે.

આ પિટિશન દ્વારા જેકી શ્રોફે કહ્યું હતું કે, તેઓ તેમના નામ, ફોટોગ્રાફ્સ અને તેમના અવાજ અને વ્યક્તિત્વ સાથે જોડાયેલી અન્ય વિશિષ્ટ વસ્તુઓ પર સુરક્ષા ઈચ્છે છે, જેથી કોઈ ત્રીજો પક્ષ તેનો અનધિકૃત ઉપયોગ ન કરી શકે. આનાથી મૂંઝવણ ઉભી થવાની અને સામાન્ય જનતાને છેતરવાની શક્યતા છે. જસ્ટિસ સંજીવ નરુલાની બેન્ચે મંગળવારે અભિનેતાના કેસ પર સમન્સ જારી કર્યું હતું. સાથે જ કહ્યું કે તેઓ આવતીકાલે આ મામલે વિચારણા કરશે. હવે કાલે આ કેસની સુનાવણી થશે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા વર્ષ ૨૦૨૨માં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitab Bachchan) અને ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં અનિલ કપૂર (Anil Kapoor) એ પણ હાઈકોર્ટમાં આવી જ અરજી દાખલ કરી હતી. અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરે તેમની અરજીમાં કહ્યું હતું કે, તેમની સંમતિ વિના તેમના નામ અથવા અવાજનો કોઈપણ રીતે ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવો જોઈએ.

અનિલ કપૂરની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગો ડેડી એલએલસી (Go Daddy LLC), ડાયનોટ એલએસી (Dynot LAC) અને પીડીઆર લિમિટેડ (PDR Limited) ને અનિલ કપૂરના નામના Anilkapoor.com જેવા ડોમેન્સને તાત્કાલિક બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ પ્રતિભા એમ સિંહે કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિના નામ, અવાજ કે ફોટોનો ગેરકાયદેસર ઉપયોગ કરી શકાય નહીં.

આ પહેલા અમિતાભ બચ્ચને પણ પોતાના વ્યક્તિત્વ અધિકારોને લઈને કોર્ટમાં અરજી કરી હતી. વર્ષ ૨૦૨૨માં અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે માંગણી કરી હતી કે તેની પરવાનગી વગર તેની તસવીર, નામ, અવાજ અને વ્યક્તિત્વનો ઉપયોગ ન કરવો જોઈએ. આદેશ જારી કરતી વખતે, દિલ્હી હાઈકોર્ટે વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષા માટે વચગાળાનો આદેશ આપ્યો હતો.

jackie shroff delhi high court new delhi entertainment news bollywood bollywood news anil kapoor amitabh bachchan