‘તૂફાન’ને ડોંગરી અને નાગપાડામાં શૂટ કરવી ખૂબ જરૂરી હતું : રાકેશ ઓમપ્રકાશ મેહરા

24 March, 2021 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી કે એને રિયલ અને રૉ લોકેશન પર શૂટ કરવામાં આવે અને મારા માટે આ ખૂબ જ મુશ્કેલ કામ હતું. અમને ચૅલેન્જિસની ખબર હોવા છતાં અમે એમાં ઝંપલાવ્યું હતું.

‘તૂફાન’ને ડોંગરી અને નાગપાડામાં શૂટ કરવી ખૂબ જરૂરી હતું:રાકેશ મેહરા

રાકેશ ઓમપ્રકાશ મેહરાનું કહેવું છે કે ફરહાન અખ્તરની બૉક્સિંગ-ડ્રામા ‘તૂફાન’ને રિયલ લોકેશન પર શૂટ કરવી ખૂબ જ જરૂરી હતું. આ એક બૉક્સિંગ-ડ્રામા ફિલ્મ છે જે માટે ફરહાને તેની બૉડી પણ બનાવી હતી. આ ફિલ્મને રિયલ લોકેશન પર શૂટ કરવા વિશે રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કહ્યું હતું કે ‘સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી કે એને રિયલ અને રૉ લોકેશન પર શૂટ કરવામાં આવે અને મારા માટે આ ખૂબ જ મુશ્કેલ કામ હતું. અમને ચૅલેન્જિસની ખબર હોવા છતાં અમે એમાં ઝંપલાવ્યું હતું. જોકે એને એક્સપ્લોર કરવું ખરેખર ખૂબ જ અદ્ભુત હતું. અમે એક મહિના સુધી ડોંગરી અને નાગપાડામાં શૂટિંગ કર્યું હતું. એ એરિયામાં રહેનારા લોકો ખૂબ જ સારા હતા અને તેમની સાથે કામ કરવાની ઘણી મજા આવી હતી. જોકે આ શેડ્યુલ ડિમાન્ડિંગ હોવા છતાં ખૂબ જ સારો અનુભવ રહ્યો હતો.’

bollywood news bollywood bollywood gossips