10 March, 2023 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન અને સલમાન ખાન ઇન પઠાણ
સલમાન ખાનની ‘ટાઇગર 3’માં શાહરુખ ખાનના ‘પઠાન’ના કૅરૅક્ટરને લાવવામાં મેકર્સને ૬ મહિનાનો સમય લાગ્યો છે. ‘પઠાન’માં ‘ટાઇગર’ની એન્ટ્રી થઈ હતી. એથી હવે એ સુપર સ્પાઇઝના ક્રૉસ ઓવરને ‘ટાઇગર 3’માં પણ દેખાડવામાં આવશે. સાત દિવસની એ ઍક્શન સીક્વન્સનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવામાં આવશે. એના માટે આદિત્ય ચોપડા અને ‘ટાઇગર 3’ના ડિરેક્ટર મનીષ શર્માએ ૬ મહિનાનું પ્લાનિંગ કર્યું હતું. તેમની ઇચ્છા છે કે આ સીક્વન્સની ચર્ચા આખા દેશમાં કરવામાં આવે એવી રીતે એને ઘડવામાં આવે. ‘પઠાન’માં ‘ટાઇગર’ની એન્ટ્રી દેખાડવા માટે મેકર્સે એને વધુ રોમાંચક બનાવવાનું નક્કી કર્યું હતું. એથી હવે ‘ટાઇગર 3’ માટે પણ રાઇટર, આદિત્ય ચોપડા અને મનીષ શર્માએ એને લખવામાં ૬ મહિનાનો સમય લીધો, જેથી ‘પઠાન’ની એન્ટ્રીને ‘ટાઇગર’ની ટાઇમલાઇન પર વિઝ્યુઅલાઇઝ કરી શકાય. સાથે જ મેકર્સે એ વાતને પણ ધ્યાનમાં રાખી કે દર્શકોને એ સીક્વન્સ જોતી વખતે પૈસા વસૂલ એન્ટરટેઇનમેન્ટ મળે. ‘ટાઇગર 3’ દિવાળી દરમ્યાન રિલીઝ થવાની છે.