31 October, 2021 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેહા શર્મા
નેહા શર્માનું કહેવું છે કે ઑડિશન આપ્યા બાદ રિજેક્ટ થવાનું મને ખૂબ દુઃખ લાગે છે. રિયલ લાઇફમાં તે ગ્લૅમર્સ હોવાથી તેને લોકો સિરિયસલી લેતા નથી. તેનું પણ નુસરત ભરૂચા જેવું છે. તેને રિયલ લાઇફને કારણે રિજેક્ટ કરવામાં આવે છે. આ વિશે વાત કરતાં નેહાએ કહ્યું કે ‘હું ઇન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષથી કામ કરી રહી છું, પરંતુ મને એક ક્રેડિબલ ઍક્ટર દ્વારા સિરિયસલી લેવામાં નથી આવતી, કારણ કે હું મૉડલિંગના બૅકગ્રાઉન્ડમાંથી આવું છું. કાસ્ટિંગ ડિરેક્ટરના કહ્યા મુજબ હું ચોક્કસ પ્રકારના પાત્રમાં જ ફિટ બેસું છું અને એથી મારું કામ લિમિટેડ થઈ જાય છે. હું હજી પણ દરેક પ્રોજેક્ટ માટે ઑડિશન આપું છું અને જ્યારે મને રિજેક્ટ કરવામાં આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. ડી-ગ્લૅમ રોલ અને પર્ફોર્મન્સ આધારિત રોલ માટે મને પસંદ કરવામાં નથી આવતી. ‘આફત-એ-ઇશ્ક’માં મેં હાઉસ-હેલ્પનું પાત્ર ભજવ્યું છે એની મને ખુશી છે. મને આ ફિલ્મમાં ટૅલન્ટેડ ઍક્ટર્સ દીપક, ઇલા અરુણજી અને અન્યો સાથે કામ કરવાની તક મળી છે.’