15 March, 2024 06:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં અમિતાભ અને અભિષેક બચ્ચન.
ટેનિસ બૉલથી રમાયેલી ભારતની પહેલવહેલી T-10 ટુર્નામેન્ટ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં આજે અમિતાભ બચ્ચનની ટીમ માઝી મુંબઈ તથા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની ટીમ ટાઇગર્સ ઑફ કોલકાતા વચ્ચે ફાઇનલ રમાશે. થાણેના દાદોજી કોંડદેવમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ગઈ કાલે પહેલી સેમી ફાઇનલમાં માઝી મુંબઈએ સાઉથના ઍક્ટર સૂરિયાની ટીમ ચેન્નઈ સિંઘમ્સને હરાવી હતી. બીજી સેમી ફાઇનલમાં ટાઇગર્સ ઑફ કોલકાતાએ અક્ષય કુમારની ટીમ શ્રીનગર કે વીરને હરાવી હતી. બન્ને સેમી ફાઇનલ વન-સાઇડેડ રહી હતી. માઝી મુંબઈએ ૫૮ રનથી મૅચ જીતી હતી, જ્યારે ટાઇગર્સ ઑફ કોલકાતા પાંચ વિકેટે જીતી હતી.