ઇશ્ક કા રંગ સફેદ

08 July, 2024 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી ઇમેજમાં તે કૅમેરા સામે સાડીનો પાલવ પકડીને ઊભી છે. બીજા ફોટોમાં તે બોટમાં બેઠી છે

તાપસી પન્નુ

તાપસી પન્નુએ સફેદ સાડી પહેરીને ફોટો શૅર કર્યો છે. તેણે ત્રણ ઇમેજિસ શૅર કરી છે. પહેલી ઇમેજમાં તે કૅમેરા સામે સાડીનો પાલવ પકડીને ઊભી છે. બીજા ફોટોમાં તે બોટમાં બેઠી છે અને ચહેરા પર મોટું સ્માઇલ છે. ત્રીજા ફોટોમાં તે ઊંડા વિચારોમાં ખોવાયેલી દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી, ‘ઇશ્ક કા રંગ સફેદ પિયા, ચલ વહાં ચલેં જહાં ના કોઈ મતભેદ પિયા.’

‘મુલ્ક’ બનાવતી વખતે પૂરતા પૈસા ન હોવાથી અનુભવ સિંહા ઈ-રિક્ષામાં પ્રવાસ કરતા હતા

ફિલ્મમેકર અનુભવ સિંહા પાસે ‘મુલ્ક’ બનાવવા માટે પૂરતા પૈસા નહોતા અને એથી તેઓ સેટ પર ઈ-રિક્ષામાં આવતા હતા. આ વાત તાપસી પન્નુએ કહી છે, જે એ ફિલ્મમાં લીડ રોલમાં હતી. ૨૦૧૮માં રિલીઝ થયેલી એ ફિલ્મમાં રિશી કપૂર પણ જોવા મળ્યા હતા. ફિલ્મ બનાવવા માટે જોઈએ એટલા ફન્ડનો અભાવ હતો એ વાત અનુભવ સિંહા પણ કહી ચૂક્યા છે. ફિલ્મના શૂટિંગ વખતનો અનુભવ શૅર કરતાં તાપસી કહે છે, ‘એ વખતે અનુભવ સિંહાને લોકો કહેતા કે રિશી અને તાપસીને કોણ જોવા માગે છે? એથી એ ફિલ્મ બનાવતી વખતે તેમને કોઈએ પૈસા નહોતા આપ્યા. તેઓ સેટ પર આવતી-જતી વખતે ઈ-રિક્ષાનો ઉપયોગ કરતા હતા, કારણ કે તેમની પાસે પૈસા નહોતા. તેઓ એ વાતની ખાતરી લેતા હતા કે ઍક્ટર્સ કારમાં અવરજવર કરી શકે.’
આ ફિલ્મની સ્ક્રિપ્ટ તાપસીને ખૂબ ગમી હતી એથી તેણે ફીમાં ઘટાડો કર્યો હતો. એ વિશે તાપસી કહે છે, ‘એ વખતે હું જે પણ ચાર્જ કરતી હતી, મેં તેમને કહ્યું કે ‘સર, આપ જો દે રહે હો દે દો.’ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ તો મને નથી લાગતું કે મારે ફી માગવી જોઈએ. મેરે હાં કરને સે કોઈ ફિલ્મ અપ્રૂવ યા રિજેક્ટ નહીં હો રહી ઉસ ટાઇમ પે એને લઈને હું સ્પષ્ટ હતી. મને તો એ પણ જાણ નહોતી કે ફિલ્મ રિલીઝ થશે કે નહીં. તેમણે ફિલ્મની બધી જવાબદારી લીધી હતી. કોણ જાણે કેમ તેમનામાં આ ફિલ્મ બનાવવાની હિમ્મત આવી હતી.’

entertainment news taapsee pannu anubhav sinha bollywood news bollywood gossips bollywood