શું રણબીર-આલિયા કરશે અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ડાન્સ?

05 February, 2024 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ શનિવારે સાંજે દીકરી સાથે મુંબઈના પ્રાઈવેટ ઍરપૉર્ટ પર જોવા મળ્યા હતા. તો હવે કપલનો ગુજરાતમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પરફૉર્મ કરવાના છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની ફાઈલ તસવીર

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ શનિવારે સાંજે દીકરી સાથે મુંબઈના પ્રાઈવેટ ઍરપૉર્ટ પર જોવા મળ્યા હતા. તો હવે કપલનો ગુજરાતમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પછી એવી ચર્ચા કરવામાં આવી રહી છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પરફૉર્મ કરવાના છે.

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન ટૂંક સમયમાં જ રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. થોડાક અઠવાડિયા પહેલા જ અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સનું ઇન્વિટેશન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જે પ્રમાણે અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના ફંક્શન્સ એક માર્ચથી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં થવાના છે.

આ બધા વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પછી લોકોએ એવી ચર્ચાઓ શરૂ કરી દીધી છે કે બી-ટાઉન કપલ અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન્સમાં પરફૉર્મ કરવાના છે. (Anant Ambani Pre Wedding)

રણબીર-આલિયા કરશે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પરફૉર્મ!
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ શનિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગુજરાતના જામનગરમાં અંબાણી હાઉસમાં આકાશ અંબાણી સાથે જોવા મળે છે. આ વીડિયો રણબીર કપૂરના એક ફેન પેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયો સામે આવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આલિયા રણબીર, અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરી શકે છે અને હાલમાં બી-ટાઉન કપલ આ ઈવેન્ટ માટે રિહર્સલ કરવા આવ્યું છે.

રણબીર કપૂર-આલિયા ભટ્ટ વર્કફ્રન્ટ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મૂવીઝના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા તાજેતરમાં સંદીપ રેડ્ડી વાંગાની એક્શન ડ્રામા ફિલ્મ એનિમલમાં જોવા મળ્યો હતો. એનિમલ પછી રણબીર કપૂરની બકેટ લિસ્ટમાં નિતેશ તિવારીની રામાયણ અને સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરનો સમાવેશ થાય છે. તો રોકી અને રાનીની લવસ્ટોરી બાદ આલિયા ભટ્ટ જીગરા અને ભણસાલીની લવ એન્ડ વોરમાં જોવા મળી શકે છે.

નોંધનીય છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે જાન્યુઆરી 2023માં સગાઈ થઈ હતી. સગાઈ બાદ અવારનવાર તેઓ ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળતા હોય છે. થોડાક સમય પહેલા જ તેઓની લગ્ન (Anant-Radhika Wedding)ની તારીખ સામે આવી હતી. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે તેઓના લગ્ન પહેલા મોટા પાયે પ્રિ-વેડિંગ ફંક્શનનું પણ આયોજન થનાર છે.

Anant Ambani ranbir kapoor alia bhatt jamnagar bollywood buzz bollywood news mumbai news bollywood entertainment news mukesh ambani nita ambani