10 November, 2022 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર
શું બૉલિવૂડની હૉટ અભિનેત્રી મલાઈકા એરોરા(Malaika Arora)લગ્ન કરવા જઈ રહી છે? હાલમાં આ સવાલ દરેકને થઈ રહ્યો છે. કારણ કે મલાઈકા અરોરા(Malaika Arora Post)એ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, અને સાથે કેપ્શન એવું લખ્યું છે જે વાંચીને તેના લગ્નની ચર્ચાઓ વહેતી થઈ છે.
અભિનેત્રી મલાઈકાએ સોશિયલ મીડિયા પર શરમાતી હોય તેવી એક પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે બ્લેક ટૉપમાં ખુબ જ સુંદર લાગી રહી છે. તસવીર તો બ્યુટિફુલ છે જ પરંતુ બધાનુ ધ્યાન તેના કેપ્શન પર અટક્યું છે. મુન્ની બદનામથી લોકપ્રિય અભિનેત્રીએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, `મેં હા પાડી દીધી`.
મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર(Arjun kapoor)ના સંબંધ જગ જાહેર છે, કોઈથી છૂપાયેલા નથી. બંને એક બીજા પ્રત્યે પ્રેમ પણ વ્યક્ત કરતાં રહેતા હોય છે. એવામાં મલાઈકાની આવી પોસ્ટથી તેના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. ફેન્સને સવાલ થઈ રહ્યો છે કે શું મલાઈકા અર્જુન કપૂર સાથે લગ્ન કરવા જઈ રહી છે.
હૉટીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. પોસ્ટ સામે આવ્યાં બાદ ફેન્સ પૂછી રહ્યાં છે કે શું તેમણે લગ્ન માટે હા પાડી દીધી છે? જોકે, કેટલાક યુર્ઝસ મલાઈકાની પોસ્ટ પર શૉકિંગ રિએક્શન આપી રહ્યાં છે. તો કેટલાક સોશિયલ મીડિયા યુર્ઝસ તેણીને એડવાન્સમાં શુભેચ્છા પાઠવી રહ્યાં છે.
આ પણ વાંચો:આલિયા-રણબીરની લાડકી દીકરીનું કપૂર હાઉસમાં થયું આગમન
હવે મલાઈકા અરોરા અર્જૂન કપૂરની દુલ્હનિયા બનવા જઈ રહી છે કે નહીં એ તો એજ કહી શકે છે. પરંતુ તેમની આ પોસ્ટે ફેન્સની હાર્ટ બિટ્સ વધારી દીધી છે. ફેન્સ મલાઈકા અને અર્જુનના ગ્રાન્ડ વેડિંગના સપનાં જોવા લાગ્યાં છે. આની વચ્ચે સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મલાઈકા લગ્ન નથી કરી રહી, આ એક પ્રમોશનલ પોસ્ટ છે. જો કે, જે પણ હોય પરંતુ મલાઈકા અને અર્જુન બંને ડેટ કરતા હોવાથી દર્શકોને આશા છે કે તે બંને જલદી લગ્ન કરશે. નોંધનીય છે કે આ અંગે મલાઈકા કે અર્જુનની કોઈ પ્રતિક્રિયા આવી નથી.