25 June, 2023 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુશી કપૂર
બોની કપૂર અને શ્રીદેવીની દીકરી ખુશી કપૂરનું કૅનેડાના સિંગર એ. પી. ઢિલ્લન સાથે અફેર હોવાની ચર્ચા છે. ખુશી ‘ધ આર્ચીઝ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સુહાના ખાન, અગસ્ત્ય નંદા અને અન્ય ઍક્ટર્સ પણ જોવા મળશે. એ. પી. ઢિલ્લનને ડેટ કરી રહી છે એવી ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે સિંગરે પોતાના ગીત ‘ટ્રુ સ્ટોરીઝ’માં ખુશી કપૂરના નામનો ઉલ્લેખ કર્યો હતો. એથી બન્નેના ફૅન્સ પણ આ લિન્ક-અપથી ખુશ છે. એ. પી. ઢિલ્લને ગાયેલા ગીતમાં એક લાઇન એવી હતી કે ‘જદ્દોં હસ્સે લાગે તૂ ખુશી કપૂર.’ એનો અર્થ એ થાય છે કે તું જ્યારે હસે છે ત્યારે તું ખુશી કપૂર જેવી દેખાય છે. એથી એવી અફવા ફેલાઈ કે બન્ને રિલેશનમાં છે. જોકે કેટલાક લોકો એના પર સોશ્યલ મીડિયામાં કમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું કે ‘હદ હૈ, ઐસા ભી ક્યા હસ લેતી હૈ વો. વૈસે વોહ ખુશી કપૂર હસતે હુએ બિલકુલ ભી અચ્છી નહીં લગતી. દાંત બહાર નિકલે હુએ હૈં.’ અન્યએ લખ્યું, ‘નેપો કિડ્સ માટે પ્રમોશન કરી રહ્યો છે, કારણ કે તેમની ફિલ્મ આવી રહી છે. વધુ એકે લખ્યું કે ‘આ રીતે તે ફેમસ થઈ રહી છે, કેમ કે તેમની આગામી ફિલ્મને લઈને સુહાનાની જ વધુ ચર્ચા થઈ રહી છે.’