શું પ્રેગ્નેન્ટ છે કેટરિના કૈફ? ક્રિસમસની તસવીરોમાં ચાહકોની આવી છે પ્રતિક્રિયા..

26 December, 2022 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દરેક તસવીરમાં કેટરિના પરિવાર અને મિત્રોની પાછળ છુપાયેલી જોવા મળી. આ દરમિયાન કેટરિનાની તસવીરો જોઈને લોકોએ અંદાજ લગાડ્યો કે એક્ટ્રેસ પ્રેગ્નેન્ટ છે.

કેટરિના કૈફ (ફાઈલ તસવીર)

કેટરિના કૈફ અને વિકી કૌશલે પોતાના પરિવાર સાથે મળીને ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું છે. આ પાર્ટીમાં તેમની સાથે ઈન્ડસ્ટ્રીના તેમના નજીકના મિત્રો પણ સામેલ થયા. જો કે દરેક તસવીરમાં કેટરિના પરિવાર અને મિત્રોની પાછળ છુપાયેલી જોવા મળી. આ દરમિયાન કેટરિનાની તસવીરો જોઈને લોકોએ અંદાજ લગાડ્યો કે એક્ટ્રેસ પ્રેગ્નેન્ટ છે.

શું પ્રેગ્નેન્ટ છે કેટરિના કૈફ?
અનેક પ્રકારના સુંદર ભોજન સાથે કેટરિના અને વિકીએ લગ્ન પછી પોતાનું બીજું ક્રિસમસ સેલિબ્રેટ કર્યું છે. કેટરિનાએ એક તસવીર શૅર કરી છે જ્યાં તે વિકી, તેમના માતા-પિતા શામ કૌશલ અને વીના કૌશલ, સની કૌશલ અને તેની બહેન ઈસાબેલ કૈફ સાથે જોઈ શકાય છે. આ એક પરફેક્ટ ફેમિલી ફોટો હતો.

લોકોને દેખાયું બેબી બમ્પ
જો કે, લોકોએ દરેક તસવીરમાં એક વાત નોટિસ કરી અને તે છે કે કેટરિના દરેક તસવીરમાં કોઈની ને કોઈની પાછળ ઊભી છે. એક યૂઝરે તો સ્પષ્ટ લખ્યું કે કેટરિના જાણીજોઈને એવા એન્ગલ પર ઊભી હતી કે તેનું બેબી બમ્પ ન દેખાય. લોકોએ સ્પષ્ટ લખ્યું કે તમે આ તસવીરોમાં પ્રેગ્નેન્ટ લાગો છો. આની સાથે જ ક્રિસમસ ટ્રી પર પણ કેટરિનાએ એક તસવીર લગાડી હતી જેમાં વિકી પાછળ ઊભો રહીને તેને હગ કરે છે. આ તસવીરમાં લોકોને કેટરિનાનું બેબી બમ્પ દેખાયું છે. 

ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો કરી શેર
આ ચર્ચાઓને વધારે પ્રોત્સાહન આપનારી વાત એ છે કે ચાહકોને લાગ્યું કે નેહા ધૂપિયાએ જે તસવીર પોસ્ટ કરી હતી તેમાં પણ કેટરિના પોતાનો બેબી બમ્પ છુપાવી રહી છે. ક્રિસમસ પર વિકી અને કેટરિના સાથે નેહા અને અંગદ બેદી પણ સામેલ થયા હતાં.

આ પણ વાંચો : Wedding Anniversary:વિકીની આંખમાં ખોવાયેલી જોવા મળી કેટરિના, જુઓ ભાંગડાનો વીડિયો

ફોનભૂતમાં દેખાઈ ચૂકી છે અભિનેત્રી
વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરિના કૈફ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ `ફોનભૂત`માં જોવા મળી. આ ફિલ્મ સિનેમાઘરોમાં ખાસ કમાલ બતાવી શકી નબોતી પણ હવે ઓટીટી પ્લેટફૉર્મ પર રેન્ટલ ફૉર્મમાં અવેલેબલ છે. તો વિકી કૌશલ ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ગોવિંદા નામ મેરામાં જોવા મળ્યો. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર જોવા મળી હતી.

katrina kaif bollywood bollywood gossips bollywood news entertainment news vicky kaushal christmas