કરણ જોહરની ફિલ્મ માટે કાર્તિક આર્યનને મળ્યા ૫૦ કરોડ રૂપિયા

28 December, 2024 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યને ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ સાઇન કરી છે

કાર્તિક આર્યન

કરણ જોહર સાથે પૅચઅપ કરીને કાર્તિક આર્યને ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ સાઇન કરી છે અને આ રોમૅન્ટિક ફિલ્મ માટે તેને ૫૦ કરોડ રૂપિયા મળ્યા છે એવી ચર્ચા છે. કહેવાય છે કે ધર્મા પ્રોડક્શન્સ દ્વારા રણબીર કપૂર પછી પહેલી વાર કોઈને આટલા પૈસા આપવામાં આવ્યા છે.

upcoming movie karan johar entertainment news bollywood bollywood news