11 December, 2022 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શું એક્સ-બૉયફ્રેન્ડ સાથે વેકેશન મનાવી રહી છે જાહ્નવી?
જાહ્નવી કપૂર તેના એક્સ-બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે મૉલદીવ્ઝમાં વેકેશન મનાવી રહી છે એવી શક્યતા છે. આ વાત સોશ્યલ મીડિયામાં તેના ફૅન્સ કહી રહ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેનો ગ્રૅન્ડ સન છે શિખર. જાહ્નવીએ અને શિખરે પણ મૂનલાઇટનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો એથી સૌકોઈ એવી અટકળ લગાવી રહ્યા છે કે આ બન્ને સાથે જ વેકેશન એન્જૉય કરી રહ્યાં છે.