14 September, 2023 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈરા ખાન (ફાઈલ તસવીર)
આમિર ખાનની દીકરી ઈરા ખાન હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેના ફેન્સ માટે હવે એક સારા સમાચાર છે. ઈરા આવતા મહિને લગ્ન કરવા જઈ રહી છે.
Ira Khan Wedding : બૉલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી ઈરા ખાન હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ઈરા ભલે ફિલ્મીજગતમાં ડેબ્યૂ ન કર્યું હોય, પણ તે સોશિયલ મીડિયા પર હંમેશાંથી છવાઈ રહે છે. ઇરા કોઈ પણ ડર વિના પોતાની પર્સનલ વાતો ચાહકો સામે રાખવામાં સંકોચ કરતી નથી. આ દરમિયાન હવે તેણે ચાહકો સાથે ગુડ ન્યૂઝ શૅર કર્યા છે. આ સમાચાર સાંભળ્યા બાદ આમિર અને ઇરાના ચાહકો ખૂબ જ ખુશ છે. ઈરા પોતાના મંગેતર નૂપુર શિખરે સાથે લગ્ન કરવા જઈ રહી છે. હા, ઇરા ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવાની છે. તો જાણો તેના લગ્ન સાથે જોડાયેલી ખાસ વાતો...
આ દિવસે લગ્નબંધનમાં બંધાશે આમિર ખાનની લાડલી દીકરી ઈરા
આમિર ખાન અને રીના દત્તાની દીકરી આવતા મહિને લગ્નના બંધનમાં બંધાશે. બૉમ્બે ટાઈમ્સના રિપૉર્ટ પ્રમાણે ઇરા ખાન મંગેતર નૂપુર શિખરે સાથે 3 જાન્યુઆરીના રોજ કૉર્ટ મેરેજ કરવાની છે. ત્યાર બાદ બન્નેની ગ્રાન્ડ વેડિંગ ફંક્શન રાજસ્થાનના ઉદયપુરમાં થશે. નૂપુર અને ઈરાના લગ્નના ફંક્શન ઉદયપુરમાં લગભગ 3 દિવસ સુધી ચાલશે. આ લગ્નમાં વર-વધૂના પરિવારવાળા સિવાય કેટલાક ખાસ મિત્રો સામેલ થશે. તો, રિપૉર્ટ પ્રમાણે આ લગ્નમાં બૉલિવૂડ સિતારા સામેલ નહીં થાય. જણાવવાનું કે હાલ તેમના ઘરે લગ્નની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે.
ગયા વર્ષે થઈ હતી ઈરા અને નૂપુરની સગાઈ
ઉલ્લેખનીય છે ઈરા અને નૂપુરની સગાઈ ગયા વર્ષે નવેમ્બરમાં થઈ હતી. સગાઈ દરમિયાન ઈરા પોતાના લુકને લઈને ખૂબ જ ચર્ચામા રહી હતી. ઈરા ખાન અને નૂપુર શિખરેની સગાઈ વિધીમાં બૉલિવૂડ જગતના તમામ સિતારાઓએ હાજરી આપી હતી. દીકરીની સગાઈના આનંદમાં આમિર ખાને જબરજસ્ત ડાન્સ પણ કર્યો હતો. સગાઈની અનેક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
નોંધનીય છે કે નુપુર શિખરેએ તેની સ્વીટહાર્ટ ઇરા ખાનને જાણીતા આયર્ન મેન ઇટલી શો દરમિયાન પ્રપોઝ કર્યું હતું. વીડિયોમાં જોવા મળે છે કે, નુપુર રેસના કપડાંમાં ગર્લફ્રેન્ડ ઇરા પાસે આવે છે. પછી તેને કીસ કરે છે. ત્યારબાદ એકદમ ફિલ્મી અંદાજમાં ઘૂંટણિયે બેસીને બૉક્સમાંથી વીંટી કાઢીને ઇરાને પહેરાવે છે. નુપુરે આપેલી આ સરપ્રાઇઝ જોઈને ઇરાની ખુશીનો પાર રહ્યો નહોતો. ઈરા તરત જ પ્રપોઝલ સ્વીકારે છે અને નુપુર તેને વીંટી પહેરાવી દે છે.
ઇરા અને નુપુરના પ્રપોઝલને જોઈને ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડી હતી. ઇરા અને નૂપુરની સગાઈનો આ વીડિયો વાયરલ થયો હતો. બધાએ તેમને અભિનંદન આપ્યા. આ પોસ્ટ પર ક્રિષ્ના શ્રોફ, રિયા ચક્રવર્તી, સારા તેંડુલકર, ફાતિમા સના શેખે કપલને અભિનંદન પાઠવ્યા. એટલું જ નહીં, ફૅન્સે પણ આ વીડિયો જોયા પછી કમેન્ટ કરી.