13 June, 2024 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
આમિર ખાનની દીકરી આઇરા ખાન અને નૂપુર શિખરેએ આ વર્ષની શરૂઆતમાં ૧૦ જાન્યુઆરીએ ઉદયપુરમાં લગ્ન કર્યાં હતાં. એના ફોટો આઇરા સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. થોડા સમય પહેલાં તેણે પ્રીવેડિંગના ફોટો પણ શૅર કર્યા હતા. હવે નૂપુર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આઇરાએ કૅપ્શન આપી, ‘હું ખૂબ જ ઉત્સુક હતી એ જોવા માટે કે હેરસ્ટાઇલ, મેકઅપ અને સ્વેટપૅન્ટ્સમાં હું કેટલી વિચિત્ર દેખાઉં છું. મને આ ખૂબ મજેદાર લાગ્યું. એક વાત તમે નોટિસ કરજો કે તે હંમેશાં મારાં કમ્ફર્ટેબલ કપડાં ચોરી કરીને પહેરે છે, પરંતુ એમાં તેને જોઈને મને તેના પર પ્રેમ આવે છે. એથી એ સારું પણ લાગે છે.’