વિદેશમાં બનાવી કરોડોની સંપત્તિ? MVA બાદ હવે BJPના નિશાને BMC કમિશનર

26 March, 2022 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીજેપી નેતા મોહિત કંબોજે આરોપ મૂક્યો છે કે બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલ (Iqbal Singh Chahal)એ વિદેશમાં ઘણી સંપત્તિ એકઠી કરી છે.

બીએમસી ઓફિસ

મહાવિકાસ આઘાડી સરકાર અને મહારાષ્ટ્ર બીજેપી વચ્ચે ચાલતો વિવાદ થોભવાનું નામ જ નથી રહ્યો. અનિલ દેશમુખ, નવાબ મલિક, શ્રીધર પાટણકર અને યશવંત જાધવ પછી હવે બીજેપીએ દેશની સૌથી ધનાઢ્ય મહાનગરપાલિકા (BMC)ના કમિશનર ઇકબાલ સિંહ ચબલ પર નિશાનો સાધ્યો છે. બીજેપી નેતા મોહિત કંબોજે આરોપ મૂક્યો છે કે બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલ (Iqbal Singh Chahal)એ વિદેશમાં ઘણી સંપત્તિ એકઠી કરી છે. તે આગામી દિવસોમાં આની સાથે સંબંધી ફાઇલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપશે. જણાવવાનું કે મુંબઈ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)એ બીએમસી કમિશનરને 10 માર્ચના નોટિસ પાઠવી હતી.

મોહિત કંબોજે કહ્યું કે મહારાષ્ટ્રની ઠાકરે સરકારની આંખના તારા ઇકબાલ સિંહ ચહલ છેલ્લા 2 વર્ષથી ચર્ચામાં છે. આ વખતે તે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસને કારણે ચર્ચાનો કેન્દ્ર બન્યા છે.

મોહિત કંબોજે કહ્યું કે આયકર વિભાગને મારો એ પ્રશ્ન છે કે માત્ર નેતાઓની જ તપાસ કેમ કરવામાં આવી રહી છે? નોકરશાહો અને અન્ય લોકોની પણ પૂછપરછ થવી જોઇએ. કંબોજે કહ્યું કે મુંબઈ અને મહારાષ્ટ્રની જનતા માટે પણ એ જાણવું જરૂરી છે કે યશવંત જાધવના ભ્રષ્ટાચારમાં બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલ કઈ હદ સુધી સામેલ હતા.

બીએમસીના ભ્રષ્ટાચાર પર પુસ્તક
મોહિત કંબોજે કહ્યું કે બીજેપી વિધેયક અમિત સાટમ હાલ બીએમસીના ભ્રષ્ટાચાર પર એક પુસ્તક આગામી 15 દિવસમાં પ્રકાશિત કરવાના છે. જે નગરપાલિકામાં બે વર્ષ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારનો હિસાબ હશે. કંબોજે કહ્યું કે આ તપાસને માત્ર યશવંત જાધવ સુધી સીમિત ન હોવી જોઈએ પણ આમાં સામેલ બધા અધિકારીઓની તપાસ થવી જોઈએ. જેથી તેમનું ભ્રષ્ટાચાર બહાર આવી શકે અને તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે.

મસ્જિદો પર ગેરકાયદેસર લાઉડસ્પીકર ખસેડાય...
મોહિત કંબોજે કહ્યું, "અમે આ માગ કરીએ છીએ કે મસ્જિદો પર લગાડવામાં આવેલા ગેરકાયદેસર લાઉડસ્પીકર ખસેડી દેવામાં આવે." આ સંબંધે ઇલાહાબાદ હાઈકૉર્ટે પણ નિર્ણય સંભળાવ્યો હતો. લાઉડસ્પીકરને કારણે હ્રદય રોગીઓ અને અન્ય દર્દીઓને અનેક મુશ્કેલી થાય છે. ખાસ કરીને બાન્દ્રા, વર્સોવા અને મોહમ્મદ અલી રોડ પર આ અભિયાન ચલાવવું જોઈએ. કંબોજે કહ્યું કે મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડે સારું કામ કરી રહ્યા છે. તેમણે પણ આ મોહિમ શરૂ કરવી જોઈએ.

 

mumbai news brihanmumbai municipal corporation