International Women’s Day: ભારતીય સિનેમામાં મહિલાઓની સિદ્ધિ અને યોગદાનને યાદ કર્યા આનંદ પંડિતે

04 March, 2024 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

International Women’s Day: પ્રોડ્યુસર આનંદ પંડિતે મહિલા અગ્રણીઓની સિદ્ધિઓ અને તેઓએ સિનેમા ક્ષેત્રમાં આપેલા અમૂલ્ય યોગદાન વિશે ચર્ચા વિચારણા કરી હતી.

પ્રોડ્યુસર આનંદ પંડિતની ફાઇલ તસવીર

થોડાક દિવસના આરે હવે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) આવી રહ્યો છે ત્યારે જાણીતા પ્રોડ્યુસર આનંદ પંડિતે મહિલા અગ્રણીઓની સિદ્ધિઓ અને તેઓએ સિનેમા ક્ષેત્રમાં આપેલા અમૂલ્ય યોગદાન વિશે ચર્ચા વિચારણા કરી હતી. 

જ્યારે સાદી બ્લૂ સાડીમાં સજ્જ થયેલી ભાનુ અથૈયાએ `ગાંધી` માટે વર્ષ 1983માં 55મા વાર્ષિક એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનનો નોડ મેળવ્યો હતો ત્યારે આપણા સૌ માટે એ ગર્વની વાત હતી કે તે ઓસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બની હતી. 

ઈન્ડિયન સિનેમામાં મહિલાઓની ભૂમિકા વિશે શું કહ્યું આનંદ પંડીતે?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)ના પરિપેલક્ષમાં વાત કરતાં જાણીતા પ્રોડ્યુસર આનંદ પંડિત જણાવે છે કે  "જ્યારે આપણે આજે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આપણી સિનેમાના વિજયની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણે તેમના જેવા ટ્રેલબ્લેઝર્સને સ્વીકારવાનું ક્યારેય ભૂલવું ન જ જોઈએ. અથવા તો આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે અત્યારે જે પોઝિશન પર ઈન્ડિયન સિનેમા છે તેને લાવવામાં મહિલાઓએ અમૂલ્ય એવી ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી કરી છે.”

તેઓએ કેટલાક ઉદાહરણ પણ ટાંકીને વાતને વધુ દ્રઢ કરાવી હતી  

International Women’s Day: આનંદ પંડીતે ઈન્ડિયન સિનેમાની પ્રથમ મહિલા દેવિકા રાનીને પણ યાદ કરી હતી. તેનું ઉદાહરણ સૌ સામે મૂકતાં તેઓએ જણાવ્યું હતું કે, “તેઓ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય હતા અને તેમના પતિ હિમાંશુના અવસાન બાદ તો તેઓએ જે રીતે સફળતાપૂર્વક બોમ્બે ટોકીઝનું નેતૃત્વ કર્યું છે તે કાબિલેદાદ છે. તેઓએ માત્ર `બસંત` અને `કિસ્મત` જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્માણ કર્યું એટલું જ નથી પણ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે તેઓએ દિલીપ કુમાર જેવી અસાધારણ પ્રતિભાને પંણ લોકો સામે મૂકી હતી. 

સિનેમા ક્ષેત્રમાં મહિલાઓની સિદ્ધિઓ વિશે પણ કરી વાત 

આનંદ પંડિત જણાવે છે કે "કેમેરા પાછળ મહિલાઓની સિદ્ધિઓને નજરઅંદાજ કરવી એ તો સાવ જ સામાન્ય બાબત છે, પરંતુ હવે તે બદલાઈ રહ્યું છે. આપણે હવે ઘણી બધી મહિલાઓને સિનેમેટોગ્રાફીનું સંચાલન હોય કે પછી મેગાફોનનું સંચાલન, નિર્માણ, સંપાદન કરતા જોઈએ છીએ. આજે આપણી પાસે ઘણી અસાધારણ લેખિકાઓ પણ છે. હા, આપણે હવે તેઓમાં અને સિનેમામાં પણ વધુ રોકાણ કરવું જોઈએ જે પુરૂષ કેન્દ્રિત ફિલ્મ નિર્માણને પડકારે છે”

આનંદ પંડિત પોતાની વાતમાં ઉમેરો કરતાં કહે છે કે, "મહિલાઓ (International Women’s Day) આખો એક અનોખો પરિપ્રેક્ષ્ય લાવતી હોય છે અને હું મારા સિનેમામાં વધુ વૈવિધ્ય અને સર્વસમાવેશકતા લાવવા માટે પ્રતિબદ્ધ છું કારણ કે જ્યારે મહિલાઓના અવાજને સર્જનાત્મક પ્રક્રિયામાં સાંકળવામાં આવે છે અને તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે, ત્યારે તે કથા વધુ ને વધુ અને પ્રતિભાવંત બનીને નીખરી ઊઠે છે”

anand pandit womens day international womens day indian films bollywood buzz bollywood entertainment news