કમલ હાસન, અક્ષયકુમાર અને જૉનની થશે ટક્કર

21 May, 2024 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ઇન્ડિયન 2’, ‘સરફિરા’ અને ‘વેદા’ બૉક્સ-ઑફિસ પર જુલાઈમાં એક જ દિવસે થઈ રહી છે રિલીઝ

કમલ હાસન, અક્ષયકુમાર અને જૉનની ફિલ્મનાં પોસ્ટર્સ

આ વર્ષે જુલાઈમાં કમલ હાસન, અક્ષયકુમાર અને જૉન એબ્રાહમની ફિલ્મો ક્લૅશ થવાની છે. કમલ હાસનની ‘ઇન્ડિયન 2’ બાર જુલાઈએ રિલીઝ થવાની છે એની અનાઉન્સમેન્ટ રવિવારે કરવામાં આવી હતી. ૧૯૯૬માં આવેલી ‘હિન્દુસ્તાની’ની આ સીક્વલ છે. ‘ઇન્ડિયન 2’ અનેક ભાષામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને કમલ હાસનના ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એ જ ફિલ્મ સાથે અક્ષયકુમાર અને રાધિકા મદનની ફિલ્મ ‘સરફિરા’ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થયેલી તામિલ ફિલ્મ ‘સૂરારાઇ પોટ્ટરુ’ની હિન્દી રીમેક છે. તો બીજી તરફ જૉન એબ્રાહમની ‘વેદા’ પણ બાર જુલાઈએ રિલીઝ થવાની છે. એકસાથે ત્રણ ફિલ્મો રિલીઝ થવાની હોવાથી લોકોને પણ અલગ-અલગ પ્રકારની ફિલ્મો જોવાની તક મળશે.

kamal haasan akshay kumar john abraham upcoming movie latest films entertainment news bollywood bollywood news