15 June, 2023 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
શાહરૂખ ખાન (Shah Rukh Khan)બૉલિવૂડના એવા એક્ટર છે, જેની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. ચાહકો શાહરૂખ (Shah Rukh Khan)ની એક ઝલક મેળવવા માટે હંમેશાં આતુર હોય છે. શાહરૂખ(Shah Rukh Khan) ખાસ કરીને મહિલા ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. શાહરૂખ ખાન પણ તેના ચાહકોનું દિલ તોડતો નથી અને ઘણી વાર તેના ચાહકોને ખૂબ જ સન્માન અને ખુશીથી મળે છે. શાહરૂખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ફેન તેને કિસ કરતી જોવા મળી રહી છે. આ પછી શાહરૂખનું રિએક્શન કેવું હતું તે જોવા જેવું છે.
સોશિયલ મીડિયા પર કિંગ ખાનનો (Shah Rukh Khan)એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાહરૂખ એન્ટ્રી કરે છે અને તેના ફેન્સ તેને ઘેરી લે છે. ચાહકો તેમના મનપસંદ સ્ટારને તેમની વચ્ચે જોઈને ખૂબ જ ખુશ છે. ત્યારે એક મહિલા ફેન આવીને શાહરૂખને ગાલથી પકડીને તેના ગાલ પર ચુંબન કરે છે. શાહરૂખ પણ મહિલા ફેન્સના આ પ્રેમને અવગણી શકતો નથી અને હસવા લાગે છે. આ દરમિયાન કલાકારો પણ શરમાતા જોવા મળે છે. શાહરૂખના આ વીડિયો પર ફેન્સની કોમેન્ટ આવી છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, "આ યોગ્ય નથી. જો એક્ટ્રેસ હોત તો શું થાત". અન્ય એક યુઝરે લખ્યું છે કે, "જો શ્રીદેવી કે માધુરી જેવી અભિનેત્રી સાથે પુરૂષ પ્રશંસક દ્વારા આવું કરવામાં આવ્યું હોત તો તે ઠીક હતું". આ વીડિયો પર એવી જ કોમેન્ટ આવી રહી છે કે જે રીતે યુવતીએ શાહરૂખને જબરદસ્તી કિસ કરી તે ખોટી છે.
શાહરૂખ ખાન(Shah Rukh Khan) મંગળવારે દુબઈ (Dubai)માં એક ઈવેન્ટ માટે હતા, જે તેના મિત્રની હતી, જ્યાં તેઓ બ્લેક કોટ સજ્જ જોવા મળ્યા હતાં. કાર્યક્રમ બાદ તેણે ચાહકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક ચાહકે તેના ગાલ પર કિસ કરી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સ આમાં ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. તે મહિલા પણ બ્લક ડ્રેસમાં સજ્જ હતી. થોડી વાર બાદ તે મહિલા શાહરૂખની નજીક આવીને પૂછે છે, "શું હું તને એક કિસ આપી શકું?", પરંતુ શાહરૂખ જવાબ આપે તે પહેલા તેણે તેને ગાલ પર કિસ કરી લીધી." આ વીડિયો પર કોમેન્ટ કરતાં એકે કહ્યું, છોકરીને જેલમાં ધકેલી દો. અન્ય યુઝરે કહ્યું કે આ યોગ્ય નથી.