ઇમરાન ખાન અને અવંતિકા મલિક લઈ રહ્યાં છે ડિવૉર્સ?

10 September, 2019 12:23 PM IST  | 

ઇમરાન ખાન અને અવંતિકા મલિક લઈ રહ્યાં છે ડિવૉર્સ?

ઇમરાન ખાન અને તેની પત્ની અવંતિકા મલિક ડિવૉર્સ લઈ રહ્યાં હોય એવી ચર્ચા છે. અવંતિકાએ હાલમાં જ એક પોસ્ટ કરી છે જેના પરથી તેમની વચ્ચેના સંબંધો વણસી ગયા હોય એવું લાગી રહ્યું છે. આ પોસ્ટથી એવી ચર્ચા છે કે તેઓ વર્ષની શરૂઆતમાં જ એકબીજાથી અલગ થઈ ગયા હતા.

અવંતિકાએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘કેટલીક વાર તમારે લાઇફમાં આગળ વધવું પડે છે. તમે જેમાં પણ તમારુ સર્વસ્વ આપી રહ્યાં હો અને તમને એનો અહેસાસ થાય કે તમે એમ કરશો એમ છતાં તમે એમના દિલને જીતી નહીં શકો તો એના પર ફરી એકવાર તમારે નજર કરવાની જરૂર છે.

આ પણ વાંચો: આમિર ખાન બનશે ગુલશનકુમાર

તમે તમારાથી શક્ય હોય એટલી તમામ કોશિશ કરો એમ છતાં સામે વાળી વ્યક્તિ તમને વેલકમ કરવા તૈયાર ન હોય ત્યારે ત્યાં અટકી જવું. તમારે એ સ્થળેથી તમારી લાઇફને આગળ લઈ જવાની કોશિશ કરવી કારણ કે લાઇફ ત્યાં પૂરી નથી થતી.’

imran khan bollywood gossips gujarati mid-day