બપ્પીદા જતા તેમની દીકરી સાવ જ ભાંગી પડી છે : ઇલા અરુણ

17 February, 2022 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાદા પ્રેસને ખૂબ પ્રેમ કરતા હોવાથી ઇલાએ મ​ીડિયા સાથે વાત કરી હતી

ઇલા અરુણ

ઇલા અરુણનું કહેવું છે કે બપ્પીદાના અવસાન બાદ તેમની દીકરી રેમા સાવ જ ભાંગી પડી છે. ​ઇલા અરુણ સિંગર અને ઍક્ટર બન્ને છે અને તેમના બપ્પીદા તથા તેમની ફૅમિલી સાથે ખૂબ સારા સંબંધ છે. બપ્પીદાના મૃત્યુ બાદ ઇલા અરુણ તેમના ઘરે ગઈ હતી. ઇલા અરુણે કહ્યું કે ‘તેમનો દીકરો આજે રાતે (બુધવારે રાતે) આવી જશે. તેમની દીકરીની હાલત ઘણી ખરાબ છે. ફૅમિલીની દરેક વ્યક્તિ દુખદ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. હું તમારી સાથે એટલા માટે વાત કરી રહી છું, કારણ કે દાદાને પ્રેસ ખૂબ ગમતું હતું. દાદા પ્રેસને ખૂબ પ્રેમ કરતા હતા. દાદા તરફથી હું તમારો બધાનો આભાર માનું છું. ઘણા લોકો તેમને માટે આજે અહીં ઊભા છે. તમને બધાને જોઈને દાદા આજે ખૂબ ખુશ થયા હોત.’

entertainment news bollywood bollywood news bappi lahiri ila arun