શાહરુખ ખાનના સ્ત્રીદા​ક્ષિણ્ય પર ઓવારી ગયા છે લોકો

30 September, 2024 09:30 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

રાની મુખરજી અને હેમા માલિની સાથેનું શાહરુખનું વર્તન જોઈને આઇફા અવૉર્ડ્‍સના સમારોહમાં હાજર લોકો તથા વાઇરલ વિડિયોમાં શાહરુખનું વર્તન જોનારા લોકો તેના પર આફરીન પોકારી ગયા હતા

હેમા માલિની, શાહરુખ ખાન, રાની મુખરજી

આઇફા અવૉર્ડ્‍સમાં શનિવારે શાહરુખ ખાનનું સ્ત્રીદાક્ષિણ્ય છલકાતું જોવા મળ્યું હતું. રાની મુખરજી અને હેમા માલિની સાથેનું શાહરુખનું વર્તન જોઈને આઇફા અવૉર્ડ્‍સના સમારોહમાં હાજર લોકો તથા વાઇરલ વિડિયોમાં શાહરુખનું વર્તન જોનારા લોકો તેના પર આફરીન પોકારી ગયા હતા.

રાની મુખરજી સ્ટેજ પર કોઈ અવૉર્ડની જાહેરાત કરવા સ્ટેજ પર આવી ત્યારે તેની સાડીનો પાલવ જમીનને અડી રહ્યો હતો, એ જોઈને શાહરુખે રાનીની સાડીનો પાલવ હાથમાં લઈ લીધો હતો અને રાની માઇક પાસે પહોંચી ત્યારે હળવેકથી નીચે મૂક્યો હતો.

આ ઉપરાંત હેમા માલિની જ્યારે પોતાનો અવૉર્ડ લેવા સ્ટેજ પર આવી રહ્યાં હતાં ત્યારે શાહરુખે પગથિયાં ચડવામાં તેમનો હાથ પકડીને મદદ કરી હતી અને પછી સ્ટેજ પર તેમને ભેટીને ખૂબ જ અદબપૂર્વક નમન કર્યું હતું.

Shah Rukh Khan rani mukerji hema malini abu dhabi entertainment news bollywood news bollywood