30 September, 2024 08:43 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
બેસ્ટ ઍક્ટર - શાહરુખ ખાન, ‘જવાન’, બેસ્ટ ઍક્ટ્રેસ - રાની મુખરજી, ‘મિસિસ ચૅટરજી vs નૉર્વે’
અબુ ધાબીમાં યોજાયેલા ત્રણ દિવસના ધમાકેદાર આઇફા અવૉર્ડ્સ સમારોહના બીજા દિવસે શનિવારે હિન્દી ફિલ્મોના અવૉર્ડ્સ જાહેર કરવામાં આવ્યા હતા. શુક્રવારના પહેલા દિવસે ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી (આઇફા) દ્વારા તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડા ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને સમર્પિત આઇફા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ભારતીય ફિલ્મો અને કલાકારોને નવાજવામાં આવ્યા હતા. હિન્દી ફિલ્મો માટેના આઇફા અવૉર્ડ્સના સમારંભનું સંચાલન શાહરુખ ખાને કર્યું હતું જેમાં વિકી કૌશલ અને કરણ જોહરે પણ તેને સાથ આપ્યો હતો. ત્રણેયે મળીને શાહરુખના હિટ ગીત ‘ઝૂમે જો પઠાન’ પર ડાન્સ પણ કર્યો હતો.
બેસ્ટ ડિરેક્ટર - વિધુ વિનોદ ચોપડા, ‘12th ફેલ’
બેસ્ટ ફિલ્મ - ‘ઍનિમલ’, સંદીપ રેડ્ડી વાંગા
બેસ્ટ ઍક્ટર ઇન નેગેટિવ રોલ - બૉબી દેઓલ, ‘ઍનિમલ’
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ - શબાના આઝમી,
‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર - અનિલ કપૂર, ‘ઍનિમલ’
સિનેમામાં ૨૫ વર્ષ પૂર્ણ કરવાની સિદ્ધિ - કરણ જોહર
આઉટસ્ટૅન્ડિંગ કૉન્ટ્રિબ્યુશન ટુ ઇન્ડિયન સિનેમા - હેમા માલિની, જયંતીલાલ ગડા
આઇફા અવૉર્ડ્સમાં કોને શું મળ્યું?
બેસ્ટ ફિલ્મ ‘ઍનિમલ’, સંદીપ રેડ્ડી વાંગા
બેસ્ટ ઍક્ટર શાહરુખ ખાન, ‘જવાન’
બેસ્ટ ઍક્ટ્રેસ રાની મુખરજી, ‘મિસિસ ચૅટરજી vs નૉર્વે’
બેસ્ટ ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા, ‘12th ફેલ’
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર અનિલ કપૂર, ‘ઍનિમલ’
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ શબાના આઝમી, ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’
બેસ્ટ ઍક્ટર ઇન નેગેટિવ રોલ બૉબી દેઓલ, ‘ઍનિમલ’
બેસ્ટ સ્ટોરી ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’
બેસ્ટ સ્ટોરી (ઍડૅપ્ટેડ) ‘12th ફેલ’
બેસ્ટ મ્યુઝિક ‘ઍનિમલ’
બેસ્ટ લિરિક્સ સિદ્ધાર્થ-ગરિમા, સતરંગા, ‘ઍનિમલ’
બેસ્ટ સિંગર મેલ ભૂપિન્દર બબ્બલ, અર્જણ વૅલી, ઍનિમલ
બેસ્ટ સિંગર ફીમેલ શિલ્પા રાવ, ચલેયા
આઉટસ્ટૅન્ડિંગ કૉન્ટ્રિબ્યુશન ટુ ઇન્ડિયન સિનેમા હેમા માલિની, જયંતીલાલ ગડા
સિનેમામાં ૨૫ વર્ષ પૂર્ણ કરવાની સિદ્ધિ કરણ જોહર