ક્રિતી સૅનનને ગ્રે અને કૉમ્પ્લેક્સ કૅરૅક્ટર ભજવવાં છે

22 June, 2024 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિતી સૅનન ‘દો પત્તી’માં કાજોલ સાથે લીડ રોલમાં દેખાવાની છે

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન ‘દો પત્તી’માં કાજોલ સાથે લીડ રોલમાં દેખાવાની છે. એ ફિલ્મને ક્રિતીએ તેના પ્રોડક્શન હાઉસ બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ હેઠળ કો-પ્રોડ્યુસ પણ કરી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવવાની છે. ‘ક્રૂ’માં તે ઍર-હૉસ્ટેસના રોલમાં જોવા મળી હતી. તો ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં રોબો બની હતી. હવે ભવિષ્યમાં કેવાં પાત્રો ભજવવાં છે એ વિશે ક્રિતી સૅનન કહે છે, ‘મને કૉમ્પ્લેક્સ, ગ્રે કૅરૅક્ટર ભજવવાં ગમશે. મને જો એમ પૂછવામાં આવે કે મેં અત્યાર સુધી ભજવેલાં પાત્રો અને મારી જાતની વચ્ચે શું સમાનતા છે તો હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે એવા કોઈ રોલ નથી જે મારી રિયલ લાઇફ સાથે સમાનતા ધરાવે.’

kriti sanon entertainment news bollywood bollywood news