19 December, 2022 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રભાસ
સલમાન ખાન બાદ પ્રભાસે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઈને હંમેશાં ચર્ચા કરવામાં આવે છે. પ્રભાસ અને ક્રિતી સૅનનનાં રિલેશનની ખૂબ ચર્ચા ચાલી રહી છે. જોકે આ બધી માત્ર અટકળો છે. બન્નેમાંથી કોઈએ પોતાના રિલેશનનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો. તાજેતરમાં જ એક ટૉક-શો ‘અનસ્ટૉપેબલ 2’માં પ્રભાસે ભાગ લીધો હતો. એમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તે ક્યારે લગ્ન કરશે? તેનો જવાબ સાંભળીને હાજર સૌકોઈ ખડખડાટ હસવા લાગ્યા હતા. લગ્ન વિશેનો જવાબ આપતાં પ્રભાસે કહ્યું કે સલમાન ખાન બાદ.