26 February, 2023 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર પરિવાર સાથે
શાહિદ કપૂર તેની ફૅમિલી સાથે વધુ સમય પસાર કરી શકે એ માટે તે ટાઇમ ફાળવી લે છે. તે પોતાની ફૅમિલીને વધુ મહત્ત્વ આપે છે. સાથે જ વાઇફ મીરા રાજપૂતની સમજદારીની પણ તે પ્રશંસા કરે છે. ૨૦૧૫માં શાહિદ અને મીરાનાં લગ્ન થયાં હતાં. તેમને મીશા અને ઝૈન નામનાં બે બાળકો છે. પરિવારને વધુ સમય આપવા વિશે શાહિદે કહ્યું કે ‘મારી ફૅમિલી ચાહે છે કે હું તેમની સાથે વધુ સમય પસાર કરું. મારાં બાળકો મારી સાથે સમય પસાર કરવા માગે છે અને તેમની આ ડિમાન્ડને હું નકારી નથી શકતો. મારી સુંદર વાઇફ ખૂબ સમજદાર અને સપોર્ટિવ છે. તે મારા કામને સમજે છે, એથી હું પણ કુટુંબ માટે સમય કાઢી લઉં છું. કોવિડ દરમ્યાન એક સૌથી મોટી વસ્તુ શીખવા મળી છે કે ફૅમિલી, તમે જેને
ચાહતા હો તેને માટે સમય ફાળવવો એ ખૂબ અગત્યનું છે. હું એ વાતથી સજાગ છું.’