25 January, 2023 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ઑબેરૉય
અક્ષય ઑબેરૉયનું કહેવું છે કે તેણે ‘ગૅસલાઇટ’ માટે મર્ડર મિસ્ટરી નૉવેલનો સહારો લીધો છે. સારા અલી ખાન અને વિક્રાન્ત મેસીની આ ફિલ્મમાં તે સસ્પેક્ટની ભૂમિકા ભજવી રહ્યો છે. આ વિશે વાત કરતાં અક્ષયે કહ્યું કે ‘હું થિયેટર્સના બૅકગ્રાઉન્ડમાંથી આવું છું, એથી મારા માટે સૌથી મહત્ત્વનું રોલને સમજવું અને એના મૂડમાં આવવું હોય છે. હું જ્યારે બે સસ્પેન્સ થ્રિલર્સનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મેં ઘણી બધી મર્ડર મિસ્ટરી નૉવેલ્સ વાંચી હતી. બુક્સમાંથી મને ઘણું બધું મળ્યું છે. વિક્ટિમ અને મર્ડર બન્ને માટેના મને પર્સપેક્ટિવ મળ્યાં છે. હું ખૂબ વાંચતો હોવાથી મને એમાં ઘણી મજા આવી હતી.’