શાહિદ સાથે કામ કરવાની મજા આવી ધર્મેન્દ્રને

10 April, 2023 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તેમની સાથે ક્રિતી સૅનન પણ જોવા મળશે

શાહિદ સાથે કામ કરવાની મજા આવી ધર્મેન્દ્રને

ધર્મેન્દ્રને આગામી અનટાઇટલ્ડ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કામ કરવાની મજા આવી છે. આ ફિલ્મમાં તેમની સાથે ક્રિતી સૅનન પણ જોવા મળશે. ફિલ્મ આ વર્ષે ઑક્ટોબરમાં રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી અમિત જોશી અને આરાધનાએ લખી અને ડિરેક્ટ પણ કરી છે. જિયો સ્ટુડિયોઝ, દિનેશ વિજન, જ્યોતિ દેશપાંડે અને લક્ષ્મણ ઉટેકરે પ્રોડ્યુસ કરી છે. તાજેતરમાં જ મેકર્સે શાહિદ અને ક્રિતીનો ફોટો શૅર કર્યો હતો. એ ફોટો પર લખવામાં આવ્યું છે કે આ એક અશક્ય લવ સ્ટોરી છે. ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. શાહિદ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ધર્મેન્દ્રએ કૅપ્શન આપી હતી, ‘ફ્રેન્ડ્સ, આ ફિલ્મમાં શાહિદ અને અન્ય ઍક્ટર્સ સાથે કામ કરવાની ખૂબ મજા આવી છે.’ તેમના આ ફોટો પર રિપ્લાય આપતાં શાહિદે લખ્યું કે ‘સર, તમે તો એવરગ્રીન છો. તમારી સાથે ફ્રેમ શૅર કરવાની તક મળી એ મારા માટે સન્માનની વાત છે. લવ યુ.’

entertainment news bollywood news bollywood gossips bollywood dharmendra shahid kapoor