પરિણીતીને પૉલિટિશ્યન હવે ગમવા લાગ્યા?

04 April, 2023 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા સમય પહેલાં પરિણીતી ચોપડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પૉલિટિશ્યન સાથે કોઈ દિવસ લગ્ન નહીં કરે અને હવે તે એક નેતા સાથે જ લગ્ન કરવા જઈ રહી છે.

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા આ અઠવાડિયામાં રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરશે એવી ચર્ચા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના એમપી રાઘવ ચઢ્ઢા સાથે તે લગ્ન કરશે એવી ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી એકમેક સાથે જોવા મળી રહ્યાં છે. તેઓ દિલ્હીમાં રોકા સેરેમની રાખવાનાં છે અને એમાં ફક્ત નજીકનાને જ આમંત્રણ આપવામાં આવશે એવી ચર્ચા છે. આ માટે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ પણ તેની આ સેરેમનીમાં હાજરી આપશે. જોકે તેમના તરફથી હજી સુધી આ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી. તેઓ એકમેકને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા ગયા મહિનાથી શરૂ થઈ છે. તેઓ લંડનમાં મળ્યાં હતાં અને ત્યાર બાદ મુંબઈમાં મળ્યાં ત્યારથી ચર્ચા ચાલી રહી છે. તેઓ સાથે અભ્યાસ કરતાં હતાં અને તેમણે હવે દોસ્તીને એક સ્ટેપ આગળ વધારવાનું નક્કી કર્યું છે.

entertainment news bollywood news bollywood gossips bollywood parineeti chopra raghav chadha