02 September, 2023 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગદર 2 ફિલ્મ
અમીષા પટેલે તાજેતરમાં જ જણાવ્યું હતું કે જો ‘ગદર 3’માં તેનો સકીનાનો રોલ મહત્ત્વનો નહીં હોય તો તે એ ફિલ્મમાં કામ નહીં કરે. તેણે જણાવ્યું હતું કે તે નરેશન દરમ્યાન જ ચોખવટ કરી દેશે કે જો તારા અને સકીનાને વધુ મહત્ત્વ નહીં અપાય તો તે આ ફિલ્મ કરવાની ચોખ્ખી ના પાડી દેશે. તેની એ વાતનો જવાબ આપતાં ફિલ્મ ડિરેક્ટર અનિલ શર્માએ જણાવ્યું કે સકીનાનું પાત્ર તેના દિલમાંથી અવતર્યું હતું. તેના કહેવાથી કોઈ ફરક નથી પડતો. તેની આ વાતને લઈને અનિલ શર્માએ કહ્યું કે ‘ફિલ્મ દરમ્યાન અમીષાજીએ ઘણીબધી વાતો કહી હતી. મારે એના પર કમેન્ટ નથી કરવી. હું તેને માન આપું છું અને આગળ પણ આપતો રહીશ. સકીનાનું પાત્ર તેનાથી નહીં, પરંતુ મારા દિલથી જન્મ્યું છે. હું પોતે પણ નથી જાણતો કે ‘ગદર 3’માં શું થવાનું છે. તેના કહેવા કે વિચારવાથી કાંઈ નથી થતું. તે ‘ગદર’ સાથે જોડાઈ એની મને ખુશી છે. તે સારું-નરસું જે પણ બોલે મને તેના પ્રત્યે માન છે.’