લૉસ ઍન્જલસની ઍક્ટિંગ સ્કૂલમાં હું કંઈ નહોતી શીખી : જાહ્‌નવી કપૂર

24 February, 2024 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્નવી કપૂર ઍક્ટિંગ શીખવા માટે લૉસ ઍન્જલસની પ્રતિષ્ઠિત સ્કૂલમાં સ્ટડી કરવા ગઈ હતી, પરંતુ તેનું કહેવું છે કે તે ત્યાં કાંઈ શીખી નહોતી શકી. ત્યાં હૉલીવુડ વિશે શીખવવામાં આવતું હતું. ત્યાંનું ફૉર્મેટ અલગ હતું.

જાન્હ્વી કપૂર

જાહ્નવી કપૂર ઍક્ટિંગ શીખવા માટે લૉસ ઍન્જલસની પ્રતિષ્ઠિત સ્કૂલમાં સ્ટડી કરવા ગઈ હતી, પરંતુ તેનું કહેવું છે કે તે ત્યાં કાંઈ શીખી નહોતી શકી. ત્યાં હૉલીવુડ વિશે શીખવવામાં આવતું હતું. ત્યાંનું ફૉર્મેટ અલગ હતું. જાહ્નવીએ ૨૦૧૮માં આવેલી ‘ધડક’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. બાદમાં તે અનેક ફિલ્મોમાં જોવા મળી છે. તે હવે સાઉથની ‘દેવરા’માં જુનિયર એનટીઆર સાથે દેખાશે. લૉસ ઍન્જલસની સ્કૂલ વિશે જાહ્નવીએ કહ્યું કે ‘મેં જે સ્કૂલમાં સ્ટડી કર્યો એનું ફૉર્મેટ હૉલીવુડ કેવી રીતે કામ કરે છે એના પર આધાર રાખતું હતું. હૉલીવુડમાં ઑડિશન કેવી રીતે થાય છે, કાસ્ટિંગના લોકોને કેવી રીતે મળવું. લૉસ ઍન્જલસની સ્કૂલમાં સ્ટડી દરમ્યાન મને એહસાસ થયો કે સ્કૂલ મેથડ ઍક્ટિંગ પર આધારિત હતી, પરંતુ હું મેથડ ઍક્ટર નહોતી.’

જોકે તેને હવે એહસાસ થાય છે કે એ સમય તેણે ભારતના લોકોને ઓળખવામાં પસાર કરવાની જરૂર હતી. એ વિશે જાહ્નવીએ કહ્યું કે ‘મારે એ વર્ષ ભારતના લોકોને, તેમની ભાષાને સમજવામાં પસાર કરવાની જરૂર હતી. ફિલ્મોમાં આપણા દેશના લોકોની સ્ટોરી આપણે જણાવીએ છીએ ન કે વિદેશના લોકોની. હું એ સમયે આપણા દેશમાં જ રહેતી હોત તો સારું હોત અને એવી વસ્તુઓ કરવાની જરૂર હતી જે મને દેશના લોકો સાથે જોડી શકે. મેં જ્યારે ‘ધડક’નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે મને એહસાસ થયો કે મારા માટે એક જ વસ્તુ મહત્ત્વ ધરાવે છે અને એ છે આપણા દેશના લોકોની સ્ટોરી. હું પડદા પર આપણા દેશના લોકોની સ્ટોરી દેખાડવા માગું છું. આપણા દેશના લોકોની અલગ-અલગ ભાષાઓ જાણવા માગું છું. લોકો જે અનુભવે છે એ અનુભવ હું પણ લઉં. અહીંના લોકો કેવું વિચારે છે એને ઝીણવટથી સમજું.’

janhvi kapoor bollywood buzz los angeles bollywood news bollywood gossips bollywood entertainment news