17 June, 2020 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રકાશ રાજનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નેપોટિઝમને કારણે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું છે. સુશાંત છેલ્લા ઘણા મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેણે હાલમાં જ સુસાઇડ કર્યું છે. આ માટે ઘણી સેલિબ્રિટીઝ બૉલીવુડને જવાબદાર ગણી રહી છે.
આ વિશે પ્રકાશ રાજે ટ્વીટ કર્યું હતું કે ‘હું નેપોટિઝમ સાથે જીવી ચૂક્યો છું. હું સર્વાઇવ કરી ચૂક્યો હતો, પરંતુ આ બાળક સુશાંત સિંહ રાજપૂત ન બચી શક્યો. શું આપણે એનાથી કંઈ શીખીશું ખરા? શું આપણે સગાવાદનો સામનો કરી સામાન્ય ટૅલન્ટનાં સપનાં ન તૂટે એ માટે કંઈ કરીશું? ફક્ત પૂછી રહ્યો છું.’