હમ અકેલે હી ઠીક હૈં

15 April, 2023 08:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન સાથે અફેરની વાતને પૂજા હેગડેએ ફગાવી

ફાઇલ તસવીર

સલમાન ખાન સાથે અફેરની ચર્ચાને ફગાવતાં પૂજા હેગડેએ જણાવ્યું કે તેને સિંગલ રહેવું ગમે છે. તે હાલમાં પોતાની કરીઅર પર ધ્યાન આપવા માગે છે. તે સલમાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં લીડ રોલમાં દેખાવાની છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે. એવામાં પૂજાનું અફેર સલમાન સાથે હોવાની ચર્ચા ખૂબ ચગી રહી છે. એ વિશે પૂજા હેગડેએ કહ્યું કે ‘આ વિશે શું કહી શકું? હું મારા વિશે આવી વાતો સતત વાંચું છું. હું સિંગલ છું અને સિંગલ હોવું મને ગમે છે. ખરેખર તો હું મારી કરીઅર પર હાલમાં ધ્યાન આપી રહી છું. હું એક શહેરમાંથી બીજા શહેરમાં ટ્રાવેલ કરી રહી છું. આ જ મારો ઉદ્દેશ છે. હું એક ઠેકાણે બેસીને આવી બધી અફવા વિશે ચર્ચા નથી કરવા માગતી. એને લઈને હું શું કરી શકું?’ 

entertainment news bollywood news Salman Khan