16 May, 2023 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
સારા અલી ખાન પોતાને જુહુની ભારતીય દેસી ગર્લ સમજે છે. તે વિકી કૌશલ સાથે ‘ઝરા હટકે ઝરા બચકે’ ફિલ્મમાં દેખાવાની છે. ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકરની ફિલ્મમાં સારા મિડલ ક્લાસ મહિલાના રોલમાં દેખાવાની છે. આ ફિલ્મ બીજી જૂને રિલીઝ થવાની છે. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે આવા રોલ દ્વારા અન્ય ઍક્ટર્સની સરખામણીએ પોતાને પુરવાર કરવા માગે છે? એનો જવાબ આપતાં સારાએ કહ્યું કે ‘મને એની તો જાણ નથી કે હું પોતાને પુરવાર કરવા માગું છું, પરંતુ સત્ય તો એ છે કે આવા રોલ દેશની ધડકન સાથે મને સ્ટ્રૉન્ગ્લી જોડે છે. હું પોતાને એમ વિચારીને જ મોટી થઈ છું કે હું જુહુની અન્ય એક ભારતીય દેસી ગર્લ છું જે તેની મમ્મી સાથે રહે છે. તે બૉલીવુડના તામઝામ અને ફિલ્મી ફ્રેન્ડ્સથી દૂર રહે છે. હું પ્રામાણિક દેખાવા માગું છું. એથી મારો ઉછેર કોઈ ભારતીયને ગર્વ થાય એવો થયો છે. મને લાગે છે કે એ ખૂબ પર્સનલ વસ્તુ છે. મને લાગે છે કે એ (અભિષેક કપૂર) ગટ્ટુ સરનું વિઝન છે, (આનંદ એલ. રાય) આનંદ સરનું માર્ગદર્શન કે પછી લક્ષ્મણ સરની સૂચનાઓ છે કે જે મારા કૅરૅક્ટરને લોકો સાથે જોડી શકે છે. મારા માટે તો એ જ વસ્તુ અગત્યની છે.’