31 January, 2021 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન
હૃતિક રોશન બહુ જલદી બ્રિટિશ ટીવી-શો ‘ધ નાઇટ મૅનેજર’ના ઇન્ડિયન વર્ઝનમાં જોવા મળશે. ૧૯૯૩માં આવેલી જૉન લે કેરની આ જ નામની નૉવેલ પરથી ૨૦૧૬માં બ્રિટિશ લિમિટેડ સિરીઝ બનાવવામાં આવી હતી. આ શો પરથી હવે ઇન્ડિયન શો બનાવવામાં આવી રહ્યો છે. એનું શૂટિંગ એપ્રિલમાં મુંબઈમાં શરૂ થશે. ઇન્ટરનૅશનલ લોકેશન પર ટ્રાવેલના નિયમો હળવા થતાં એનું શૂટિંગ બહાર કરવામાં આવશે. ‘આર્યા’ શોના ક્રીએટર અને ડિરેક્ટર સંદીપ મોદી દ્વારા આ સિરીઝને ડિરેક્ટ કરવામાં આવશે. આ શોને ડિઝની+હૉટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. ટૉમ હિડલસ્ટને ભજવેલું પાત્ર હૃતિક રોશન ભજવશે. જોકે આ શોના પ્રોડ્યુસર બેનિજય એશિયાએ આ વિશે કોઈ પણ કમેન્ટ કરવાનું ટાળ્યું છે.