11 January, 2023 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન
હૃતિક રોશને તેની આગામી ફિલ્મ ‘ફાઇટર’ માટે રિયલ ફાઇટર જેટ સાથે શૂટિંગ કર્યું છે. તેનો ગઈ કાલે જન્મદિવસ હતો. તે ૪૯ વર્ષનો થયો છે. તે આ ફિલ્મ સિવાય ‘વૉર 2’ અને ‘ક્રિશ 4’માં પણ કામ કરી રહ્યો છે.
આ ફિલ્મ વિશે એક ઇન્ટરવ્યુમાં હૃતિકે કહ્યું કે ‘અમે રિયલ ફાઇટર જેટ્સ સાથે શૂટિંગ કરી રહ્યા છીએ. અમે હાલમાં જ સુખોઈમાં શૂટ કર્યું હતું. ઇન્ડિયન ઍર ફોર્સની આસપાસ રહેવું ખૂબ જ પ્રેરણાત્મક હતું. તેમની બૉડી લૅન્ગ્વેજ, તેમનું અનુશાસન, તેમની હિમ્મત અને ઇન્ટેલિજન્સ જોઈને ઘણું શીખવા જેવું છે. મને ખુશી છે કે મને આ તક મળી છે.’
‘વૉર 2’ વિશે વાત કરતાં હૃતિકે કહ્યુ કે ‘આદિત્ય ચોપડા ખૂબ જ સીક્રેટિવ છે. મારા એક્સપ્રેશન પરથી ખબર પડી શકે છે કે હું એ વિશે કંઈ કહી શકું એમ નથી.’ ‘ક્રિશ 4’ વિશે હૃતિકે કહ્યું કે ‘મને લાગે છે કે આપણે બધાએ સાથે મળીને આ ફિલ્મ માટે પ્રાર્થના કરવી જોઈએ. બધું સેટ છે, પરંતુ અમે એક નાનકડી ટેક્નિકાલિટીમાં ફસાયેલા છીએ. આશા છે કે વર્ષના અંત સુધીમાં એ પૂરી થઈ જશે. ‘ક્રિશ 4’ પાઇપલાઇનમાં છે અને એને જલદી બનાવવામાં આવશે.’