15 February, 2024 06:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન
હૃતિક રોશનના સ્નાયુ ખેંચાવાને કારણે તેને ઈજા થઈ છે. એની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી છે. તેણે પોતાનો મિરર સેલ્ફી શૅર કર્યો છે. એમાં તે ક્રચિસ લઈને ઊભો છે અને બ્રેસ લગાવ્યો છે. તેણે પોતાના દાદા અને પિતાની ભૂતકાળની સ્ટોરી વિશે વિસ્તારમાં માહિતી આપી હતી કે કઈ રીતે તેમને ઈજા થતાં તેમણે વ્હીલચૅર પર બેસવાનું ટાળ્યુ હતું. એને કારણે તેમના દુખાવામાં વધારો થયો અને જખમને રૂઝાતાં સમય પણ લાગ્યો હતો. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિક રોશને કૅપ્શન આપી હતી, ‘ગઈ કાલે મારો મસલ ખેંચાઈ ગયો હતો. એ જ સ્ટ્રેંગ્થ સાથે જાગ્યો હતો. આ એક ચર્ચાનો મોટો વિષય છે. ક્રચિસ એક રૂપક છે. જો તમને મળવાનું હશે તો મળીને જ રહેશે.’