Fighter: આ દિવસે રિલીઝ થશે હ્રિતિક અને દીપિકાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ

13 January, 2024 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Fighter Trailer ભારતની પહેલી એરિયલ એક્શન ફિલ્મ કહેવાતી ફાઈટર માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. હ્રિતિક રોશન (Hrithik Roshan) અને દીપિકા પાદુકોણ સ્ટારર આ ફિલ્મ દેશભક્તિની ભાવનાથી ફુલ છે.

હ્રિતિક રોશન (ફાઈલ તસવીર)

Fighter Trailer ભારતની પહેલી એરિયલ એક્શન ફિલ્મ કહેવાતી ફાઈટર માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. હ્રિતિક રોશન (Hrithik Roshan) અને દીપિકા પાદુકોણ સ્ટારર આ ફિલ્મ દેશભક્તિની ભાવનાથી ફુલ છે. ચાહકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ રાહ હવે વધારે નહીં જોવી પડે. મેકર્સે ફાઈટર ફિલ્મની રિલીઝ ડેટ લૉક કરી દીધી છે.

બૉલિવૂડ સ્ટાર હ્રિતિક રોશન (Hrithik Roshan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની એરિયલ એક્શન ફિલ્મ `ફાઈટર` ચર્ચામાં છવાયેલી છે. આ ફિલ્મ વર્ષ 2024ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મના લિસ્ટમાં નંબર વન છે. દેશભક્તિની ભાવનાથી ભરપૂર એવી આ ફિલ્મ પહેલીવાર ચાહકોને આ ફિલ્મને હ્રિતિક અને દીપિકાની કેમિસ્ટ્રી જોવા મળશે.

`ફાઈટર` ફિલ્મ થોડાક જ દિવસમાં રિલીઝ થવાની છે. જો કે, ફિલ્મનું ટ્રેલર આવવાનું હજી બાકી છે. પણ ચાહકોને આ ફિલ્મ માટે અને આ ફિલ્મના ટ્રેલર માટે પણ હવે વધારે રાહ નહીં જોવી પડે. મેકર્સે ટ્રેલરની રિલીઝ ડેટ અને ટાઈમ કનફર્મ કરી દીધું છે.

ડેટ અને ટાઈમ થયો કન્ફર્મ
ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે ટ્રેલરની તારીખ અને સમયની પુષ્ટિ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે `ફાઇટર`નું ટ્રેલર 15 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે રિલીઝ થશે. રિતિક રોશને પણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતીની પુષ્ટિ કરી છે. ચાહકોએ ટ્રેલર જોવા માટે ઉત્સાહ દર્શાવ્યો છે.

હ્રિતિક-દીપિકાની કેમેસ્ટ્રી ચાલશે જાદુ!
ફિલ્મમાં હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં છે. આની સાથે અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને સંજીદા શેખ જેવા કલાકારોની એક્ટિંગ પણ જોવા મળશે. દેશભક્તિની થીમ પર બનેલી આ ફિલ્મ છે, જેમાં દેશભક્તિની ભાવના સાથે જોરદાર એક્શન અને રોમાન્સ પણ જોવા મળશે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત અને Viacom18 સ્ટુડિયો અને Marflix પિક્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવી રહેલી, `ફાઇટર` એ પોસ્ટર્સ, ગીતો અને ટીઝર્સ સાથે ચાહકોના ઉત્સાહમાં વધારો કર્યો છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

હૃતિક રોશનની ‘ફાઇટર’ ત્રણ કલાકની બનાવવામાં આવી છે એ માત્ર અફવા છે. પહેલાં ફિલ્મો ત્રણ કલાકની હતી, પરંતુ સમયની સાથે એનો ડ્યુરેશન બદલાઈ ગયો છે. હાલમાં ત્રણ કલાકની ફિલ્મને લાંબી કહેવામાં આવે છે. ઘણા સમય બાદ રણબીર કપૂરની ‘ઍનિમલ’ ત્રણ કલાકથી વધુ સમયની હતી. જોકે હવે હૃતિકની ‘ફાઇટર’ પણ લાંબી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ ત્રણ કલાક અને દસ મિનિટની હોવાની ચર્ચા હતી. જોકે એને અફવા જણાવતાં સિદ્ધાર્થ આનંદે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ‘અમારી ‘ફાઇટર’નો જે રન ટાઇમ કહેવામાં આવી રહ્યો છે એ માત્ર અફવા છે. આ ફિલ્મનો રિયલ રન ટાઇમ બે કલાક અને ૪૦ મિનિટની અંદરનો છે.’

hrithik roshan deepika padukone anil kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news trailer launch