બૉલીવુડમાં હૃતિક રોશનનાં ૨૫ વર્ષ

31 December, 2024 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦ જાન્યુઆરીએ એકાવનમી વર્ષગાંઠે ફરી રિલીઝ થશે કહો ના... પ્યાર હૈ

કહો ના... પ્યાર હૈ ફિલ્મનું પોસ્ટર

હૃતિક રોશન જાન્યુઆરીમાં બૉલીવુડપ્રવેશનાં ૨૫ વર્ષ પૂરાં કરી રહ્યો છે એ નિમિત્તે તેની સૌપ્રથમ ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’ ૧૦ જાન્યુઆરીએ ફરી રિલીઝ થઈ રહી છે. ૧૦ જાન્યુઆરી હૃતિકનો બર્થ-ડે પણ છે અને આ દિવસે તે પોતાની એકાવનમી વર્ષગાંઠ મનાવશે. ત્યાર બાદ રોશન પરિવાર પર બનેલી ડૉક્યુ-ફિલ્મ પણ ૧૭ જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રજૂ થશે.

hrithik roshan bollywood movie review netflix bollywood bollywood news entertainment news