08 August, 2023 06:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસિંગ સીન વિશે સની દેઓલે કોઈ ચર્ચા નથી કરી. એ વિશે પૂછતાં પણ તે અચકાય છે. ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસિંગ સીનની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. એ વિશે પૂછવામાં આવતાં સની દેઓલે કહ્યું કે ‘મારા ડૅડી કાંઈ પણ કરી શકે છે અને તેઓ જ એકમાત્ર એવા ઍક્ટર છે. આવું અત્યાર સુધી કોણે કર્યું છે? મેં તો હજી સુધી એવું જોયું નથી. મેં માત્ર એ સીન વિશે સાંભળ્યું છે. મેં એ ફિલ્મ નથી જોઈ. હું તો ફિલ્મો પણ નથી જોતો. હું પોતાની ફિલ્મો પણ ઘણી વખત નથી જોતો. એ સીન વિશે મારા ડૅડી સાથે કઈ રીતે વાત કરું? તેમની પર્સનાલિટી જ એવી છે કે તેઓ કાંઈ પણ કરી શકે છે. એનું કારણ છે તેમની માણસાઈ અને પ્રામાણિકતા.’