અક્ષય કુમાર અને બચ્ચનને પણ પાછળ છોડી આ સ્ટાર બન્યો સૌથી વધુ ટૅક્સ ચૂકવનાર એક્ટર

05 September, 2024 06:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Highest tax-paying Indian Celebrities: વિજય બાદ બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાન રૂ. 75 કરોડ ટૅક્સ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને આવે છે.

અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર (ફાઇલ તસવીર)

બૉલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન ભારતમાં સૌથી વધુ ટૅક્સ ચૂકવનાર સેલિબ્રિટીની યાદીમાં (Highest tax-paying Indian Celebrities) મોખરે પહોંચી ગયો છે. એક અહેવાલ મુજબ કિંગ ખાને આ વર્ષે ભારત સરકારને 92 કરોડ રૂપિયા ટૅક્સ ચૂકવ્યું છે. આ યાદીમાં બૉલિવૂડ, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમ જ સ્પોર્ટ્સ સેક્ટરના પણ કેટલાક મોટા નામ સામેલ છે. એક જાણીતી મેગેઝીન ફોર્ચ્યુનના અહેવાલ મુજબ, SRKએ શાહરુખ ખાને 2023 માં ત્રણ સુપરહીટ ફિલ્મમો આપી છે. શાહરુખની આ બન્ને ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર મબલખ કમાણી કરી છે જેથી તેણે નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન સૌથી વધુ ટૅક્સ ચૂકવનાર સેલેબ્સની યાદીમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે. શાહરુખે તેની ફિલ્મ ‘પઠાણ’ સાથે વર્ષની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પાંચ વર્ષના લાંબા બ્રેક બાદ મોટા પડદા પર તેનું કમબૅક હતું અને લોકોએ પણ આ ફિલ્મને ખૂબ જ પ્રેમ આપ્યો હતો જેને લીધે ફિલ્મે બૉક્સ ઑફિસ પર રૂ. 1000 કરોડ કરતાં વધુનું કમાણી કરી અનેક રેકોર્ડ બનાવ્યા હતા.

‘પઠાણ’ બાદ શાહરુખ 2023 (Highest tax-paying Indian Celebrities) ના મધ્યમાં ‘જવાન’ સાથે ફરી એક વખત ધૂમ મચાવી હતી. આ ફિલ્મે પણ બૉક્સ ઑફિસ પર રૂ. 1000 કરોડથી વધુ કમાણી કરી, અને તેની વર્ષના અંતે રિલીઝ થયેલી ફિલ્મ ‘ડંકી’એ સરળતાથી રૂ. 500 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. SRK એ 2023 માં ફિલ્મોના બૉક્સ ઑફિસ કલેક્શનના અનેક રેકોર્ડ તોડ્યા હતા જેને લીધે શાહરુખ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક જ વર્ષમાં રૂ. 1000 કરોડની બે હિટ ફિલ્મો આપનાર પ્રથમ અભિનેતા બન્યો હતો.

ભારતમાં સૌથી વધુ ટૅક્સ ચૂકવનાર અભિનેતા શાહરુખ ખાન બાદ આ યાદીમાં સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર થાલાપથી વિજયનો (Highest tax-paying Indian Celebrities) નંબર આવે છે, જેણે આ વર્ષે 80 કરોડ રૂપિયાનો ટૅક્સ ચૂકવ્યો હતો. જ્યારે અભિનેતાએ તેની ફિલ્મ રિલીઝથી મોટી કમાણી કરી હતી, ત્યારે તેણે તેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને અન્ય વ્યવસાયિક સાહસોમાંથી પણ કમાણી કરી હતી. વિજય બાદ બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાન રૂ. 75 કરોડ ટૅક્સ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને આવે છે. તેમ જ આ યાદીમાં ચોથા નંબરે ફીલ્મોના બિગ બી અમિતાભ બચ્ચન જેમણે રૂ. 71 કરોડ ટૅક્સ ચુકવ્યા છે તે આવે છે. તે બાદ પાંચમા સ્થાને ટીમ ઈન્ડિયાના પૂર્વ સુકાની ક્રિકેટર વિરાટ કોહલી (Highest tax-paying Indian Celebrities) છે, જેણે 66 કરોડ રૂપિયા ટૅક્સ ભર્યો છે. આ બાદ અજય દેવગન, રણબીર કપૂર, હૃતિક રોશન, કપિલ શર્મા, કરીના કપૂર ખાન, શાહિદ કપૂર અને મોહનલાલ જેવા અન્ય સેલેબ્સનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એમએસ ધોની, સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર પણ આ વર્ષે ભારતના ટોપ 15 ટૅક્સ ચૂકવનાર સેલિબ્રિટીમાં સામેલ છે.

Salman Khan Shah Rukh Khan virat kohli amitabh bachchan income tax department bollywood news bollywood gossips bollywood entertainment news