16 November, 2022 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅટરિના કૈફ અને વિકી કૌશલ
કૅટરિના કૈફ અને વિકી કૌશલ પણ હવે પેરન્ટ્સ બનવાની ચર્ચા ચાલી રહી છે. આલિયા ભટ્ટ અને બિપાશા બાસુ હાલમાં જ પેરન્ટ્સ બન્યાં છે. વરુણ ધવનની પત્ની નતાશા દલાલ પણ પ્રેગ્નન્ટ હોય એવી ચર્ચા છે. આ તમામની વચ્ચે હવે કૅટરિના પણ પ્રેગ્નન્ટ હોવાની વાતો બહાર આવી રહી છે. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્નને એક વર્ષ પૂરું થવા આવ્યું છે. તેની આગામી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ના સેટ પરનો તેનો એક ફોટો વાઇરલ થયો છે. આ ફોટોમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું હોવાનું અનુમાન તેના ફૅન્સ લગાવી રહ્યા છે.